________________
ઉઠા. પુરાણે સતી
માત્ર તર્કથી જ સજા
હક
ઉદ્ધાય. પુરાણે સંતવાણી કાવ્ય એ સર્વને ધર્મસાહિત્યમાં સ્થાન છે, કારણકે જગતનું પરમ સત્ય કંઈ, માત્ર તર્કથી જ સમજાતું નથી, કલ્પનાથી પણ સમજાય છે, અને કલ્પનાને તેને પિતાની રીતે નિરૂપિત કરવાને હક છે. તેમના વિશાલ વાચનથી અનેક સમર્થ અંગ્રેજ લેખકના મતથી તેઓ આ અભિપ્રાયને સમર્થિત કરે છે. વીટસ તે કહે છે કે ફિલસૂફીને જે ભાગ કાવ્યમાં ઊતરે છે તે જ અમર બને છે. ડીન ઈગ પણ એવું જ કહે છે, અને પ્રે. યુઅર્ટ એથી પણ આગળ જઈ કહે છે કે બુદ્ધિ નહિ પણ કલ્પના એ જ મનુષ્યને પશુ થકી ભેદક ગુણ છે. એટલે પુરાણોને ધર્મકાવ્ય તરીકે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. અને જે જગતના બધા પદાર્થોમાં ઈશ્વરને વાસ હોવા છતાં નવીને સુંદર સૂર્યાસ્તમાં કે એવા કેઈ પ્રાકૃતિક દશ્યમાં ઈશ્વરનું દર્શન કરતા હોય, તે ભક્ત મૂર્તિદ્વારા પણ ઈશ્વરને ભજી શકે. ત્યાં ઈશ્વર નથી એમ તે નથી જ ! ઈશ્વર અંતર્યામી હોવાથી ભક્તની ભક્તિને સાચા સ્વરૂપમાં જ પારખશે. ભક્તિ જ્યાં હોય ત્યાં ઈશ્વરની જ હોઈ શકે. આ રીતે આનંદશંકરે પુરાણે મૂર્તિપૂજા અને બ્રાહ્મણે ત્રણેયને ન્યાય આપે એ પણ નોંધવું જોઈએ.
ત્રીજે જ્ઞાનમાર્ગ. આપણા ધર્મમાં કદાચ પ્રાચીનમાં પ્રાચીન કાલથી આ માર્ગ પરમતત્વની ગષણ થઈ છે. આપણું તત્ત્વજ્ઞાનનું સાહિત્ય ઘણું વિવિધ અને વિશાળ છે. ઠેઠ વેદકાળથી શરૂ થઈ તે આજસુધી–આપણી સીમા લોકમાન્ય ટિળકના કર્મયોગ સુધી તે વિકસતુ રહ્યું છે. આચાર્ય આનંદશંકરે માત્ર વૈદિક દર્શનને જ નહિ પણ જૈન બૌદ્ધ વગેરે બ્રાહ્મણેતર દર્શનેને પણ અભ્યાસ કર્યો છે, એ દર્શનને તેઓ બ્રાહ્મધર્મ–હિન્દુધર્મની જ શાખાઓ ગણે છે.
આપણુ દર્શનશાસ્ત્રોમાં ઘણે ભાગે એક બીજાનું ખંડન ઘણું આવતું હોવાથી તે સંબંધી સામાન્ય સમજણ એવી પ્રવર્તે છે કે એ સર્વ દર્શને એકબીજાનાં વિરેાધી છે. આચાર્ય આનંદશંકરની આ વિષયની વિશિષ્ટ સેવા એં કે દર્શનેને વિરોધ દૂર રાખી તેમાં તેમણે એક પ્રકારનું એકત્વ જોયું. સર્વે તત્ત્વજ્ઞાનને સાર ઉપનિષદમાં છે. એનું શ્રવણ ક્ય પછી એ પરમ સત્યનું દર્શન કેવી રીતે કરવું–તેને અનુભવમાં કેવી રીતે ઉતારવું તેના ભિન્ન ભિન્ન પ્રયત્નોમાંથી આ દર્શનશાસ્ત્રો થયાં છે. એક જ વિકાસક્રમમાં તે જુદાં જુદા પગથિયાં છે. એનો અર્થ એવો નથી, કે પછીના દર્શનથી આગલું દર્શન લુપ્ત થઈ ગયું હતું. આનદશંકર કહે છે, એક જ પર્વત ઉપરથી એક સાથે ઝરતા ઝરણુંની પિઠે આ દર્શન વહ્યા