________________
૩૪
ફ્ ' આ ભક્તિમાર્ગમાં પણ આનંદશ'કર અભેદ જ જુએ છે, ધર્મના ઇતિહાસમાં માણસ ઈશ્વરને અનેકરૂપે ભજતા આવ્યા છે પણ તેમાં પણ માણસની દૃષ્ટિના વિકાસ અભેદ તરફ જાય છે. પહેલાં માણસે શ્વરને ન્યાય ચૂકવનારે રાજા તરીકે ભન્મ્યા, પછી પિતા તરીકે ભજ્યા ત્યારે જીવ' અને ઈશ્વરના સંબંધ વધારે નિકટના થશે. આ નિકટતા ઈશ્વરની માતા રૂપની, સખા રૂપની, અને છેવટે પતિ કે પત્ની રૂપની ભક્તિમાં વધતી જાય છે અને છેવટે તો કૃષ્ણ અને રાધા અને રાધા અને કૃષ્ણમાં ભેદ રહેતા નથી. જેટલેા રાધાને કૃષ્ણ માટે પ્રેમ છે તેટલા જ કૃષ્ણને રાધા માટે પ્રેમ છે. આ પ્રમાણે ભક્તિનાં મૂળ અને પ્રેરણા પણ આધ્યાત્મિક અભેદમાં જ રહેલાં છે.
એક પ્રશ્ન થશે. જો જીવ અને ઈશ્વર ભિન્ન ન હેાય તેા જીવને શ્વર માટે ભક્તિ કે પ્રેમ કેમ સંભવે ? એટલે જીવ અને શ્વિરનું દૈત માનવું જોઈએ. નીતિને માટે આવશ્યક મનાએલા દ્વૈત જેવું આ દૈત છે. અને તેના ખુલાસા પણ ત્યાં આપેલા હતા તેના તે જ છે. બ્રહ્મભાવમાં એ ભેદ નથી, અને જે સર્વત્ર બ્રહ્મદર્શન કરે છે તેને માટે ઈશ્વરભક્તિ જેવું રહેતું નથી. ભક્તનું કશું જ નથી, બધું પ્રભુનું જ છે, પછી ભક્ત કર્યાં રહ્યો ? પણ જ્યાંસુધી એ ભાવ નથી થયા ત્યાંસુધી જીવસૃષ્ટિ છે, અને એ છે તે ઈશ્વર છે, અને તેમાં ઈશ્વરપ્રેમ એ અભેદ તરફ લઈ જનારા, અને આધ્યાત્મિક અભેદને સૂચવનારા માર્ગ છે. એ અભેદ છે માટે જ આ પ્રેમ છે. એટલું જ નહિ, એ અભેદ છે માટે જ પ્રેમનાં ખીજા સ્વરૂપે પણ શક્ય છે. એ એક જ અભેદ નીતિરૂપે તેમ જ પ્રેમરૂપે પ્રગટ થાય છે. આ ઈશ્વર એ જ સગુણ બ્રહ્મ, અને શાંકર વેદાન્ત તેના નિષેધ કરતું નથી. આનંદશંકરની ભક્તિમાં કૃષ્ણ નિર્ગુણુ બ્રહ્મ કે આધિષ્ટાન સત્ રૂપ છે, શકરાચાર્યના સગુણ બ્રહ્મરૂપ પણ છે, અને શ્વિરનું પૂર્ણાવતાર સ્વરૂપ પણ છે. તે મહાભારતના વિષયભૂત ઐતિહાસિક કૃષ્ણ અને મહાભારતમાં કવિકલ્પનાએ મહિમાવંત કરેલ કૃષ્ણને વિવેક કરે છે. અને એ મહિમાવન્ત કૃષ્ણ, એ જ સગુણ અને નિર્ગુણ બ્રહ્મ છે.' અને એ સગુણશ્રાની તેઓ ભક્તિ કરે છે.
*,
ધર્મમાં ભક્તિને સ્થાન આપીને તેના વિશાલ અર્થ કરીને અને તેના રહસ્યમાં ઊતરીને તેમણે પુરાણ, સંતવાણી, મૂર્તિપૂજાને સમર્થિત કર્યું, અને
આ સર્વમાં ઇતિહાસના ઘણા લાંબા કાળમાં બ્રાહ્મણેાએ આપેલા મહત્ત્વના કાળા ખદલ બ્રાહ્મણેાના ઐતિહાસિક આદર કર્યો, અને તેમને નિન્દામાંથી