________________
કર્યો છે, પણ તેમાં વિકાસને આ તર્કગમ્ય સિદ્ધાન્ત રહેલ છે. ઉપનિષદેનું રહસ્ય અનુભવગમ્ય ન થવાનું કારણ સાંખે પ્રકૃતિપુરુષને અવિવેક જણાવ્યો. વેગે એને વિવેક અનુભવગમ્ય કરવાની પદ્ધતિ શોધી. અને - એમ કરવામાં આંતર પ્રકૃતિનું સવિશેષ અવલોકન કર્યું. ન્યાયશેષિકે કેવળ તર્કથી ઈશ્વરને સિદ્ધ કરવા અનુમાનપદ્ધતિને ઉપયોગ કર્યો. અને આ પદ્ધતિ ભૌતિક વિજ્ઞાનની હોવાથી સામાન્ય માણસને એ વધારે સરલ લાગી. પૂર્વમીમાંસાને, આગળ કહ્યું તેમ, તેઓ દર્શન ગણતા નથી. વેદાન્ત સાંખ્ય પેગ બન્નેના દેવને પરિહાર કરી તેમાંથી નિષ્પન્ન થતું અભેદ તત્વ સ્વીકાર્યું. પ્રકૃતિ અલબત વિકારી છે, પણ તેના વિકારમાં પણ રચનાની, ચૈતન્યની છાપ છે. વિકારિત્વ પ્રકૃતિનું પિતાનું નથી એમ ન કહી શકાય કારણકે પરિણામવાદ પ્રમાણે એ એનું ન હોય તે બહારથી આવી શકે નહિ, અને છતાં એ એનું પિતાનું નથી, કારણકે પ્રકૃતિ અંધ છે, અને આ વિકારિત્વ તે યોજનાવાળું છે. માટે વેદાન્ત પ્રકૃતિ અને પુરુષ બન્નેને એક ગણ્યાં. ૧ યાગ પાસેથી વેદાન્ત ધ્યાનાદિ સાધને લીધાં, તેનું ઈશ્વરપ્રણિધાન સ્વીકાર્યું પણ ઈશ્વરસ્વરૂપ તે યોગના પુરુષવિશેષનું નહિ, પણ દરેક પુરુષમાં રહેલા સમષ્ટિસ્વરૂપનું. અલબત આ જોતાં ન્યાયશેષિકને ફાળે ખાસ દેખાતું નથી, સિવાય કે તેણે સૂક્ષ્મ અનુમાનપદ્ધતિ આપી. અર્થાત સાંખ્યયોગ જેવાં ન્યાયવૈશેષિક વેદાનતને ઉપકારક ન ગણ્ય અને બીજી તરફથી જોતાં દાર્શનિક વિચારવિકાસની દૃષ્ટિએ બૌદ્ધ દર્શને વેદાન્તને વધારે ઉપકારક પણ ગણાય. પણ આચાર્ય આનંદશંકરે દર્શનશાસ્ત્ર માટે આપેલી આ દષ્ટિ મહત્ત્વની છે. તેમને પ્રતિપાદ્ય વિષય
અભેદ છે તેથી તેમના લેખમાં વેદાન્ત જેટલો અન્ય દર્શનેને, અને વેિદિક દર્શને જેટલો બૌદ્ધ જૈન દર્શનેને ઉલ્લેખ નથી આવતું, પણ એ દર્શને વિશે એમણે જેટલું લખ્યું છે, તે ઉપરથી તેમને તે દર્શનેને તલસ્પર્શી અભ્યાસ અને એ દર્શન વિશેની તેમની લાક્ષણિક દૃષ્ટિ જણાઈ આવે છે. બૌદ્ધ અને સાંખ્ય દર્શને અનીશ્વર દર્શને તરીકે પ્રસિદ્ધ છે. , ૩૧. સામાન્ય રીતે ઈશ્વર જગતને કર્તા મનાય છે તેનાથી આ ભિન્ન છે. સામાન્ય મતમાં, જેમકે નૈચાચિકેના મતમાં, જગતનું ઉપાદાન કારણ અને ઈશ્વર બનેને ભિન્ન માનવામાં આવે છે, અને તેથી અનેક તર્ક થાય છે, જે પ્રકૃતિ પુરાના અભેદમાં નિરકાશ થઈ જાય છે. જગતના ઉપાદાનને ઈશ્વરથી ભિન્ન માનવાથી ઈશ્વરને ઉપાદાનના સ્વરૂપને વશ વર્તવાની આવશ્યકતા ઊભી થાય, જે તેની સર્વશક્તિમત્તાને બાધક નીવડે. બને અભેદ માનવાથી એ બાધ રહેતો નથી. તેમજ જગતના અનાદિવથી ઈશ્વરના અસ્તિત્વને બાધ આવતો નથી.