________________
હરી”
૨૯૭
કેટલાક આ તેફાન ઈશ્વરથી જુદી શેતાન” (Satan) નામની શક્તિથી ઉત્પન્ન થએલું માને છે. કેટલાક ઈશ્વરને છેવટને ઇરાદે મનુષ્યને વિજયી કરવાનું હોવાથી અત્યારના તેફાનને પરિણામની દૃષ્ટિએ બચાવ કરે છે. પણુ આ બંને માર્ગ ખામી ભરેલા છે. શેતાન નામની ઈશ્વરે ઉત્પન્ન ન કરેલી એવી શક્તિ માનવાથી ઈશ્વરની અપરિચ્છિન્ન પ્રભુતાને બાધ આવે છે. વળી, પરિણામ(સાધ્ય)ની દષ્ટિએ સાધનને બચાવ કરવો, એ મનુષ્ય માટે ચાલે–પણ તે પ્રભુમાં શોભતે નથી. માત્ર પરિણામ સારું આવશે એટલાથી સંતોષ માનવા કહેવું એ અત્યારની સ્થિતિને સન્તવ્ય ગણવાની ઈશ્વર તરફથી અરજી કરવા જેવું, ક્ષમા યાચવા જેવું, થાય છે.
આ છેવટની મુશીબતની જાળ કેવી ગુંચવણભરેલી છે એ આટલા મનનથી સમજાયું હશે જ. એ જાળના છેદન માટે બીજા જે જે યત્ન થયા છે તે બધાનું એક માસિકપત્રમાં નિરૂપણ કરવાને લભ રાખો અગ્ય છે, તથાપિ છેવટ જતાં જતાં બે મહત્ત્વના ખુલાસા નોંધીશું.
એક ખુલાસો એવો છે કે રાગદ્વેષાદિ વૃત્તિઓ અવિદ્યાથી ઉપજેલી છે, અને એ અવિદ્યા જીવનાં પિતાનાં જ પૂર્વ પૂર્વ જન્મનાં કર્મોનું ફળ છે. પણ તે હામે એક વધે સુલભ છે. અત્યારની અવિદ્યા એ પૂર્વ જન્મના કર્મથી; પૂર્વ જન્મનું કર્મ તે પહેલાંની અવિદ્યાથી; એ અવિદ્યા તે પહેલાંના કર્મથી એમ પાછળ અનવસ્થા ચાલશે! આ દેશને પરિહાર શાંકરદાન્તી એવો કરશે કે–અનવસ્થા ભલે ચાલે; ચાલવી જ જોઈએ; જગતની કઈ પણ કાળે શરૂઆત થયેલી માનીએ તે તે પહેલાંને કાળ કેમ ખાલી પડી રહ્યો હતો એમ નિત્તર પ્રશ્ન થાય, માટે પાછળ જન્મજન્મની હાર ચાલ્યા કરવી જ જોઈએ, એટલે પૂર્વોકત અવિદ્યા અને કર્મની કાર્યકારણતાની લીટી પાછળ લંબાયાં જ કરે તો તેથી બાધ નથી, બલકે તેમ થવાની જરૂર છે. પણ આ ખુલાસો ઉપર જણાવેલા ખુલાસાથી બહુ આગળ વધતો નથી. એમાં મનુષ્ય, અજ્ઞાન માટેની જવાબદારી પરમાત્માને વળગવા ન દેતાં, પિતાને માથે રાખવાને યત્ન કરે છે; અને જેમ રજુને સર્પ જાણનાર મનુષ્યની ભ્રાન્તિ માટે રજુ જવાબદાર નથી તેમ રાગદ્વેષરૂપી પરમાત્મવિષયક અજ્ઞાનને માટે પરમાત્મા જવાબદાર નથી એમ બતાવે છે. પણ ખરું જોતાં, હજી હેટો પ્રશ્ન તે રહે છે જ કે કર્મ અને અવિદ્યાની ગડમથલ છવને વળગાડનાર કોણ? આ વૃક્ષનું બીજ પહેલાંના વૃક્ષમાંથી, એ વૃક્ષ તેનાથી પણ પહેલાંના બીજમાંથી, એમ હાલની અવિદ્યા પૂર્વ
૩૮
એમ પાળ અને પહેલાંની આકારની અવિશ્વ