________________
૨૯૮
બહારી”
જન્મનાં કર્મોથી, એ કર્મો તે પહેલાંની અવિદ્યાથી એમ જવાબ દેવામાં આવ્યો ખરે; અને એવી અવસ્થામાં ઈષ્ટાપત્તિ છે એ ઉત્તર પણ ઠીક છે; પરંતુ જરા અવિદ્યાનું સ્વરૂપ તપાસી જોશે તે જણાશે કે એક અવિદ્યા બીજી અવિદ્યા ત્રીજી અવિદ્યા એવા, એક બીજ બીજુ બીજ ત્રીજું બીજ એના જેવા, જુદા જુદા નંબરે નથી કે જે પૂર્વ જન્મનાં કર્મોને ખુલાસે આપી શકે. અવિદ્યા એક જ ચાલી આવે છે; અને અવિદ્યાથી બનેલાં કર્મોને અવિદ્યાના કારણરૂપે સ્થાપવાં એમાં અન્યોન્યાશ્રય દોષ રહેલો છે. તેથી શાંકરદાન્તી રામાનુજાચાર્યની માફક અવિદ્યાને પૂર્વ જન્મનાં કમની કરેલી ન માનતાં અનાદિ માને છે.
હવે આપણે પૂર્વોક્ત દૂષણનું છેવટનું સમાધાન સાંભળીએ. શાંકરવેદાન્તી કહે છે કે–તમે જે દૂષણ બતાવ્યું એ જ મારું ભૂષણ છે. હું કબૂલ કરું છું કે પરમાત્મા અવિદ્યાને ઉત્પન્ન કરે એ સંભવતું નથી; તેમ, પરમાત્માની હામે બાથ ભીડીને સરખા અસ્તિત્વના હકથી અનાદિ કાળથી એ ચાલતી આવતી હોય એ પણ સંભવતું નથી. પરમાત્માની સાથે એને જોડતાં પગલે પગલે દેષ આવે છે એમાં પણ ના કહેવાય એમ નથી; પણ એ સાથે એ પણ સિદ્ધ વાત છે કે અવિદ્યા અનુભવાય છે તો ખરી; તે હવે, આ બે વાત જેવી છે તેવી છે, અને એને સાથે મૂકી એમાંથી જે ફલિત થતું હોય તે બેધડક કાઢે. અવિદ્યા અનુભવાય છે અને છતાં એનું અસ્તિત્વ અસંખ્ય દૂષણોથી ભરેલું છે–એનું જ નામ “Irrationability', Unreason” “અવિદ્યા.” જેનો ખુલાસો થઈ શકે, જેને કાર્યકારણની સાંકળમાં જોડી શકાય, જેને પરમાત્મામાંથી ફલિત કરી શકાય, એ “અવિદ્યા' જ ન કહેવાય. એ પરમ સતમાંથી ફલિત નથી થતી, અને છતાં પ્રતીત થાય છે, માટે જ એને “સત–અસત અનિર્વચનીય” જેને સત પણ ન કહેવાય અને અસત પણ ન કહેવાય એવી વર્ણવીએ છીએ. તમે કહેશો કે આ તો યથાર્થ જવાબ ન થયો. ન થયો; જે તમે જેવા જવાબની આશા રાખી બેઠા હતા તેવો જ જવાબ યથાર્થ ગણતો હોય . બાકી, ખરી વાત તો એ છે કે જેવી વસ્તુ હોય તેવી કહેવી એ જ યથાર્થ જવાબ છે. અવિદ્યાનું ખરું સ્વરૂપ જ અનિર્વચનીય હોવું ઘટે છે. અને છે પણ તેવું જ, એટલે અમારે ઉત્તર સર્વથા બરાબર છે. નિર્ગુણબ્રહ્મવાદીના આ અનિર્વચનીયતાવાદને સગુણબ્રહ્મવાદીના અવતાવાદથી પૃથફ કરીને સમજવો જોઈએ. સગુણવા વિશ્વમાં અવિદ્યાનું અસ્તિત્વ સ્વીકારે છે,