________________
૨૬.
હેરી” એ અનુભવાય છે કે નહિ. અનુભવાય છે એ વાતની કઈ જ ના નહિ કહી શકે. જેઓ શાંકરદાન્તને આ શબ્દ (આવરણશક્તિ) નહિ વાપરતા હોય તેઓ બીજા શબ્દમાં પણ એની એ જ વાત કહેતા જણાશે. ક્રિશ્ચયને કહે છે કે પરમાત્માએ મનુષ્યને કસવા માટે “Temptations – જગતની લાલચે–ઊભી કરી છે, અને એમાંથી શુદ્ધ થઈ મનુષ્ય પરમાભાની સમીપે જાય છે. પ્રાર્થનાસમાજના પન્થના આપણું વર્તમાન કવિ રા. નરસિંહરાવ પણ ગંભીર સ્વરે કહે છે કે –
“વિપ્રલંભી વિષયમેહની મધુસ્વરા દિવ્યધામપંથ જતાં આવી વિષધરા;
વિપથ દેરવા મથે.............” એ “વિષધર” મનુષ્ય પોતે બનાવેલી નથી. તેમ મનુષ્યને “વિપથ દરવા” મથવાની એની શક્તિ, વા એ જ વસ્તુની બીજી બાજુ–મનુષ્યની વિપથ દેરાઈ જવાવાની શક્તિ–એ મનુષ્ય પોતે કરેલી નથી. એકની દેરવાની શક્તિ અને બીજાની દેરાવાની શકિત-જે એક જ વસ્તુસ્થિતિની બે બાજુઓ છે–તેની કારણુતા અન્યને–પરમાત્માને–આપ્યા શિવાય ચાલતું નથી. અર્થાત પરમાત્મામાં આવરણશક્તિ છે એ સિદ્ધ વાત છે.
આવરણુશક્તિનું અસ્તિત્વ સિદ્ધ કર્યા પછી બીજો પ્રશ્ન એ ઊઠે છે કે પરમાત્મામાં એ સંભવે કેમ ? સગુણબ્રહ્મવાદની ભાષામાં બેલીએ તે, પરમ દયાકરા પ્રભુ સાથે મનુષ્ય પ્રત્યે આવી વિપ્રલંભી ક્રૂરતા કેમ ઘટી શકે ? એને ઉત્તર સગુણબ્રહ્મવાદી એ કરે છે કે વિષયની લાલચેને તાબે થવું કે નહિ એ બાબતમાં પ્રભુએ મનુષ્યને સ્વતંત્રતા બક્ષી છે. શાંકરવેદાન્તીઓમાંના કેટલાક માયા અને અવિદ્યા એમ બે ભેદ પાડીને ભાયા પ્રભુની ગણે છે અને અવિદ્યા જીવની ગણે છે–એટલે માયામાં લપટાવા–રૂપી અવિદ્યામાં જીવ પોતે જ કારણ રહે છે, અને ઈશ્વરને માથે એને દેવ ચઢતો નથી. વિષય પ્રત્યેના રાગદ્વેષાદિને જીવની સૃષ્ટિરૂપે માનવાથી પણ એ જ કાર્ય સધાય છે. પણ ખરું જોતાં આ ઉત્તરથી છેવટનું સમાધાન થઈ જતું નથી. આ લાલચાને તાબે થવું, રાગદ્વેષાદિ ધરવા–એમાં જીવ કારણ છે ખરે; પણ આપણે પ્રશ્ન તે એ છે કે જીવ ઉપર અ તેફાન આવે છે ક્યાંથી? એ તોફાન વચ્ચે અડગ રહેવું એ ભલે જીવના સામર્થ્યની વાત છે, પણ આપણે તો એ તોફાનના કારણને વિચાર કરવા બેઠા છીએ, તેને ખુલાસો ઉપરના જવાબમાં આવતો નથી.