________________
૨૮
પણ પરીક્ષા કરી છે. અને આ પરીક્ષામાં તેમની નિરૂપણપદ્ધતિની વિચ ક્ષણુતા વધારે જણાઈ આવે છે. અત્યાર સુધી આપણે જે પશ્ચિમના ભૌતિક વિજ્ઞાનની અને તત્ત્વશાસ્ત્રની પરીક્ષા કરી તે મુખ્યત્વે તર્કથી—કાષ્ટ ખરાખ અર્થમાં નહિ પણ સત્યશાષક તર્કથી કરી. પણ આપણા ધર્મના વિષેચનમાં તા તેમણે ધર્મનાં ધાં અંગા જોયાં છે. અને એ જ તર્કશુદ્ધિથી બધાં અંગાને ઘટાવ્યાં છે. ધર્મ એ આત્માની કાઈ એક જ વૃત્તિ કે ખંડ નથી, પણ સમસ્ત આત્મામાં વ્યાપનાર છે, તેા આત્માની સર્વ શક્તિ ધમઁન્મુખ થાય એ જ સ્વાભાવિક છે. સાચે! ધર્મ આત્માની સર્વે ભિન્ન ભિન્ન શક્તિથી પ્રગટ થાય. એટલું જ નહિ, સર્વ પ્રકારના અધિકારીઆને સર્વ પ્રકારના માનવેાને અનુકૂળ આવે તેવાં રૂપે! લે. આપણે દેશ વિશાલ છે અને આપણી સંસ્કૃતિના ઇતિહાસ ણે! લાંખેા છે; જીવન્ત ધર્મ, જુદા જુદા દેશકાલ પ્રમાણે જુદું જુદું રૂપ લે એ સ્વાભાવિક છે. આપણા ધર્મની મહત્તા, અપૂર્વતા અને વિશાળતા આ સર્વેમાં રહેલી છે એવી આનંદશંકરની શ્રદ્દા છે, એવા અનુભવ છે, અને એની પ્રેરણાથી એ આ સાહિત્યમાં પ્રવૃત્ત થયા છે. ધર્મના આટલા વૈવિધ્યને વિષય કરવાને હાવાથી એમની નિરૂપણુપતિ આપણા ધર્મની ચર્ચામાં અનેક રૂપે અહુ કૌશલથી લે છે.
આપણા ધર્મની ચર્ચામાં એમના એક ફાળા એ ગણવા જોઇએ કે તેમણે આપણા ધર્મની સર્વદેશીયતા ખરાખર બતાવી. આપણા ધર્મમાં મેાક્ષના ત્રણ મુખ્ય માર્ગો ગણાતા હતા. કમમાર્ગ, ભક્તિમાર્ગે, અને જ્ઞાનમાર્ગ. કેટલાક આમાંના એકના જ આગ્રહ રાખતા અને ખીજાને નિષેધ કરતા. કેટલાક એકને આગ્રહ કરતાં ખીજાને ગૌણ માનતા. તેના સમાધાન માટે તેમાંના બે ત્રણના સમુચ્ચયવાદ્ય રચાયા. હવે માત્ર સમુચ્ચયથી વિરોધી પક્ષાનું વ્યાવહારિક ઘર્ષણ શમી શકે, પણ એ મનનું સમાધાન નથી. આચાર્ય આનંદશંકરે એનું સમાધાન, પશ્ચિમના માનસશાએ સ્વીકારેલ મનની ત્રિવિધશક્તિમાં જોયું. માણસની ત્રુદ્ધિ કે તર્કશક્તિને માટે જ્ઞાનમાર્ગ, તેની લાગણી માટે ભક્તિમાર્ગ અને ઇચ્છાશક્તિ કે ક્રિયાશક્તિ માટે કર્મમાર્ગ આવશ્યક છે. અને મનની આ ત્રિવિધ શકિત હાવા છતાં એ યાદ રાખવું જોઇએ કે આનંદશ ંકરને બુદ્ધિ માટે વધારે આદર્ છે. અને એ પણ ખરું છે કે લાગણી અને ક્રિયા તે મનુષ્યને ખીજાં પ્રાણીઓ સાથે સાધારણ છે, બુદ્ધિ જ તેને વિશેષ છે. અને ખુદ્ધિથી જ તેનામાં ધર્મમુદ્ધિ વિકસી છે એમ પણ કહી શકાય.