________________
ટકતા કુલાચાર એશા
શે અ
આનેદશકર આ
પી વિશદ
' આ ત્રિવિધ માર્ગનું આચાર્ય આનંદશંકરે વિવેચન વિવરણ નિરૂપણ
અને પરીક્ષણ કરેલ છે. કેવલ કર્મમાર્ગ, જેમાં યજ્ઞયાગાદિ કરવાથી સ્વર્ગાદિ મળે છે, જે પૂર્વમીમાંસાને વિષય છે, તેને આનંદશંકર તત્ત્વજ્ઞાન કહેવા પણ તૈયાર નથી. પણ કર્મના વિષયમાં આપણે આચારને અને નીતિને પણ સમાવેશ કરી શકીએ. અને તેના ઉપર આચાર્યશ્રીએ ઘણી જગાએ લખેલું છે. આપણામાં માણસ માણસ વચ્ચેના વ્યવહારનું નિયમન કરવા ધર્મશાસ્ત્ર રચાયાં છે, જ્યાં ધર્મ શબ્દ સંકુચિત અર્થમાં વપરાય છે. હિદના લાંબા ઇતિહાસમાં અને હિંદ જેવા મેટા પ્રદેશમાં દેશકાલ પ્રમાણે અનેક ધર્મશાસ્ત્રો રચાયાં છે. આપણે જડ સમાજ એ ધર્મશાસ્ત્ર,એના પ્રમાણથી ટકતા કુલાચારે, નાતની રૂઢિઓ, વગેરેને વળગી તામસ અંધકારમાં સબડે છે. તેથી ધર્મશાસ્ત્રને શો અર્થ કરવો કેમ કરે અને તેનું પ્રામાણ્ય કેટલું એ વિશે ઘણું ચર્ચાઓ થયેલી છે. આનંદશંકર આ શાસ્ત્રનું પ્રામાણ્ય વારવાર ચર્ચ છે, અને હરિજનના પ્રશ્નને અંગે તેમણે એની તર્કથી વિશદ ચર્ચા કરી છે. તેમાં તેમણે એક સિદ્ધાન્ત ખાસ કહ્યો છે, કે ટૂંકા અર્થના ધર્મના શાસ્ત્ર કરતાં વિશાલ અર્થના ધર્મના શાસ્ત્રનું, અથત ધર્મશાસ્ત્ર કરતાં બ્રહ્મશાસ્ત્ર કે અધ્યાત્મશાસ્ત્રનું પ્રમાણ ઉચ્ચતર છે. અને તેથી તેઓ હરિજનોની અસ્પૃશ્યતા માનતા નથી. તેમ જ હિંદુ ધર્મના બે મહાન સ્તંભરૂપ ગણાતા વર્ણાશ્રમમાંથી વર્ણધર્મ કે વર્ણવ્યવસ્થાને હિંદુધર્મને માર્મિક અંશ માનતા નથી. એ મૂળ ઘડાઈ ત્યારે તેમાં આર્ષદષ્ટિ ઉપરાંત તે સમયની, દેશકાલસ્થિતિ કારણભૂત હતી. અત્યારની નાતજાતને તેઓ સમાજને અહિતકર માને છે, તેમ છતાં તેઓ કઈક પણ પ્રકારના જન્માનુસાર વર્ણભેદની આવશ્યકતા માને છે. હું માનું છું "આ પ્રશ્ન ઉપરનો તેમને સમગ્ર અભિપ્રાય તેમણે “સનાતન ધર્મની ચર્ચામાં આપેલો છે એમ ગણાય. તેઓ કહે છે ?
કેવળ દરેક વ્યક્તિની સ્વતંત્રતા અને ન્યાય વિચારીને જ સમાજ ચાલવા દે હોય તો વર્ણવ્યવસ્થા ન જોઈએ; પણ જનસમાજના હિતની દ્રષ્ટિએ જ વિચાર કર હોય–હિતની આગળ ન્યાય અને સ્વાતંત્ર્યના તત્ત્વને નમાવવા હોય–તે વર્ણવ્યવસ્થા આવશ્યક છે. પ્રજાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ ચારે વર્ણની જરૂર છે, અને તેથી કઈ કઈમાં લેપ પામી ન જાય તે માટે જન્માનુસાર વર્ણભેદને નિયમ રાખવાની આવશ્યક્તા છે, પણું તે જનતાના હિત ખાતર. જયાં જનતાનું હિત જ સચવાતુ ન હોય–જેમકે હાલની નાતજાતની . ૨૬, પૃ. ૬૮૨