________________
૨૭
* છે છે ત્યાં
સાક્ષા*
એ અને આપણું જ અનુભવ ! બન્નેને સંબંધ આપણે પણ એકને શુદ્ધ અને બીજાને મિથ્યા કહ્યા વિના, બીજી રીતે વર્ણવી શકતા નથી. તે એ અનિવચ્ચે સંબંધ જે છે તે સ્વીકારવો એ જ પ્રમાણશુદ્ધ માર્ગ છે. અને આ જગત મિથ્યા૨૪ હોવા છતાં તે બ્રહ્મની શક્તિથી જ ચાલે છે તેમાં વ્યવસ્થા, ભૌતિક વિજ્ઞાન, નીતિ, સૌન્દર્ય, પ્રગતિ, પ્રેમ, આનંદ, મેક્ષ એ સર્વને સ્થાન છે. તેમાં કઈ જગાએ માર્ગ અવરુદ્ધ નથી. અને આપણે સમજવું જોઈએ કે સત્યની સમજણ માટે અધિકારની પણ જરૂર છે. નીતિ અને પ્રેમને શુદ્ધરૂપે વિશાળ અનુભવ કર્યા વિના, એ દ્વારા આપણે અભેદને અનુભવ શી રીતે કરી શકીએ ? જ્યાં સુધી માણસ પણુતા અને કાયરતાથી ભરેલો છે, આનંદશંકર કહે છે તેમ સાંસારિક સુખનું એકેક ટપકું ચાલ્યા કરે છે, ત્યાંસુધી તેને શુદ્ધ અનુભવ શી રીતે મળવાને? અને જ્યાં અનુભવની જઊણપ છે ત્યાં બુદ્ધિ એકલી શું સમજવાની હતી. એટલે વેદાન્ત સમજ્યા પછી, તેના સત્યને સાક્ષાત્કાર કરવા પુરુષાર્થની જરૂર છે. તે
આચાર્ય આન દશ કરે જેમ પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રો અને વિજ્ઞાનના સિદ્ધાન્તોની પરીક્ષા કરી છે તેમ તેમણે આપણું વિશાલ ધર્મસાહિત્યની
૨૪. વેદાન્તચર્ચામાં અને આ પુસ્તકમાં મિથ્યા શબ્દ એક ને એક અર્થમાં વપરાતું જ નથી. આનંદશંકરે આપેલો ખોળને દાખલો લઈએ. દિવસે રાÁ ઊંચે ચઢત દેખાય છે. વાસ્તવિક રીતે પૃથ્વી ફરે છે, સૂર્ય ઊંચે ચઢતો હૈતો નથી. સત્ય જાણતાં દેખાવ મિથ્યા હતો એ ખરુ. પણ સત્ય જાણ્યા પછી, એ સત્યથી જ મિથ્યા દેખાવને પૂરે ખુલાસા થઈ શકે છે. હવે વેદાન્તમાં વેદાન્તી કહે છે “આ પરિદશ્યમાન જગત મિથ્યા છે.” “વાર, ત્યારે સત્ય શું છે?” વેદાન્તી કહેશે: “ બ્રહ્મ સત્ય છે. ” “ ત્યારે હવે એ બ્રહ્મથી આ પરિશ્યમાન જગત કેવી રીતે દેખાય તેને ખુલાસે કરી આપો.” ત્યારે વેદાન્તી કહેશેઃ “જે મિશ્યા છે, તે કદી હતું જ નહિ, જે ત્રિકાલમાં નહોતું તેને વળી ખુલાસે શો ? (આપણે ધ પૃ. ર૯૯) અહી મિથ્યા શબ્દ જુદા જુદા અર્થમાં વપરાય છે. વળી આ મિથ્યાત્વ સામે એક બીજે વાધ જણાય છે. જે જગત મિથ્યા હોય, તો જગતના નીતિના અને પ્રેમના વ્યવહારમાં અભેદને અનુભવ થાય છે એમ શી રીતે કહે છે ? મિથ્થામાં સત્યને અનુભવ શકય શી રીતે બને છે. આને જવાબ વેદાન્તની દષ્ટિએ એટલો જ આપી શકાય કે બ્રહ્મ અને જગતને સંબધ અનિર્વાચ્ય છે. માયા સત પણ નથી, અસત પણ નથી. આ
યાલ જગતના આપણા સર્વ અનુભવોથી અત્યન્ત વિલક્ષણ છે અને માટે જ બ્રહ્મ-માયાને સંબંધ અનિર્વા કહે છે. પણ જગત પારને અનુભવ જગતના અનુભવથી વિલક્ષણ હોય તેમાં નવાઈ છે? ૨૫. પૃ. ૨૮૬