________________
૨૧૬
“મારોત્તમઃ”
જેમ જારે લુબધી યુવતી, તેનું મન રહે પ્રીતમ પાસ; અહર્નિશ રહે આલોચતી, ભાઈ એહવું મન હરિદાસ. કહે અખો સહુ કે શુણે, હરિ લક્ષ લાગે ચિંત; મનન જેહને માહાવનું, તે સેવે હરિ–ગુરૂ–સંતને.
( અખે-ગીતા)
વાર્તિક મનુજ-આત્માના ઊંડામાં ઊંડા ભાવો શબ્દમાં પ્રદર્શિત કરી શકાતા નથી. જે છેડેક અંશે પણ એ કાર્ય સિદ્ધ કરવાનું સામર્થ્ય મનુષ્યવાણુમાં હોય તે તે “ક્રાન્તદશ' કવિની વાણીમાં જ છે, અન્યત્ર (ગદ્યમાં) નથી. માટે ઉપરના શ્રીમદ્ભાગવતમાંથી ઉતારેલા પરમ ગંભીર સૂત્રનું ભાષ્ય કવિ– અખાના–મુખેથી જ શ્રવણ કરાવી, એ સંબંધી કેટલાક પ્રાસંગિક વિચાર અને વાતિકરૂપે આરંભીશું.
જે સર્વ ભૂતમાં ભગવત--આત્માને જુવે છે. અને ભગવતઆત્મામાં સર્વ ભૂતને જુવે છે, તે ઉત્તમ ભાગવત–એટલે ભગવજન– સમજવો.”—આ રીતને આપણે ઉપર બતાવેલે વેદાન્તસિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્ત ઇતરમતના સિદ્ધાન્ત કરતાં ઘણે દરજજે ચઢીઆતો છે એમ આપણે માનીએ છીએ, અને એ માનવું યથાર્થ છે. પરંતુ જ્યાં સુધી એ ઉપર સંભવતા કેટલાક આક્ષેપોનું સમાધાન ન થાય ત્યાં સુધી આપણે સિદ્ધાન્ત જ શ્રેષ્ઠ છે એમ માની બેસવું એ સત્યાન્વેષણને ઉચિત ન ગણાય. માટે એવા કેટલાક આક્ષેપને આ સ્થળે વિચાર કરવા પ્રાપ્ત થાય છે.
૧ પૂર્વોક્ત સિદ્ધાન્ત ઉપર એક પ્રશ્ન તે એ ઊઠે છે કે “જુવે છે– શબ્દવાચ્ય દષ્ટિજ્ઞાન–માં જ “ભાગવતત્વની પરિસમાપ્તિ કરવી એ યોગ્ય છે? સમ્યગ-જ્ઞાનને સદાચરણને સ્થાને મૂકી શકાય ખરું? જ્ઞાન અને ક્રિયા એ બે ભિન્ન શક્તિઓ છે, અને માત્ર જ્ઞાની થઈને વિરમવું અને નિષ્ક્રિય રહી કર્તવ્ય કરવામાં ચૂકવું એ દેપ નથી?
ભગવજનમાં જ્ઞાન ઉપરાંત કર્મની આવશ્યકતા છે એ સત્ય છે. વળી જ્ઞાન( અમુક અર્થમાં)અને ક્રિયા એ બે ભિન્ન શક્તિઓ છે એ પણ નિર્વિવાદ છે. મનુષ્ય સતકર્મનું જ્ઞાન મેળવ્યા છતાં પણ અસત્-પથમાં પ્રવૃત્ત થાય છે એ સર્વવિદિત છે, અને એથી એ સુચવાય છે કે જ્ઞાન અને ક્રિયા