________________
“માવતના”
૨૧૫
માવિતનમઃ”
सर्वभूतेषु यः पश्येद्भगवद्भावमात्मनः। भूतानि भगवत्यात्मन्येष भागवतोसमः॥
(માનવત) ભાષ્ય
(રાગ ધન્યાશ્રી) વળી વળી કહુછું ભક્તિ વિશેષજી, જે ન દેખે હરિ વિના રેષજી; પેખે સઘળા હરિને વેષજી, તે જન કહેને ન કરે ઉવેખજી.
(પૂર્વછાયા). ઉવેખ ન કરે કેયને, આત્મા વિલસી રહે; જેહને શ્રી ભાગવત ગાયે, ગીતા ઉપનિષદે જેને કહ્યો. ભાઈ ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયે ધરે; સ્વામી મહારે રહ્યા સઘળે, અહર્નિશ ચિંતન એમ કરે. ભુવન ત્રણ્યમાં રહ્યો પૂરી, પૂરણ સ્વ પરમાતમા; પિતે તે પીયુજી નિરંતર પણ ભેદ દેખે ભાત્યમાં. માહરે રામ રમે છે સહુ વિષે, એમ હેતે હસે મન; હરિ કહે એ સાંભલે હરિ, હરિને સેપે તન. નિત્ય રાસ નારાયણ કેરે દેખે તે અનંત અપાર; જિહાં જેવો તિહાં તેહ, નારાયણ નરનાર. ગદગદ કંઠે ગાતે થકે, રોમાંચિત હેાયે ગાત્ર; હર્ષ આંસુ બહુ હેત હૃદય, પ્રેમકેરું તે પાત્ર. નવનીત સરખું હદે કમળ, કહ્યું ન જાયે હેત; આંખમાંહે અમૃત ભરિયું, હરિભકિત કેર ક્ષેત્ર. ખાતે પીતે બોલતો, દેખતો તે સઘળે રામ; વૈધ્યું મન રહે તેહનું, શીગળ સંસારી કામ.