________________
પદ્ધતિને જ છે. જડવાદ જ્યાં સુધી પોતે સ્વીકારેલી નિરીક્ષણ અને પ્રગપદ્ધતિથી જડમાંથી ચેતન પરિણમ્યું બતાવે નહિ ત્યાં સુધી તે એવું વિધાન કરી શકે નહિ. ચેતનના વિકાર સાથે સાથે જડ શરીરમાં વિકાર થાય છે, એ ઉપરથી જડ શરીર એ ચેતનના વ્યાપારનું તંત્ર છે, સાધન છે, એથી વધારે ફલિત થઈ શકે નહિ જડ અને ચેતનના દૈતને ખુલાસો કરે. પડે છે એ જ બતાવે છે કે બન્ને અત્યન્ત ભિન્ન છે, અને તેથી જડ ચેતનનું કારણ હોઈ શકે નહિ. અને જડમાં પહેલેથી જ ગૂઢરૂપે ચેતન હતું એમ કહેવું એ તે જડ ઉપર ચેતનનું પ્રાધાન્ય સ્વીકારવા બરાબર છે, કારણકે ચેતન જ પિતાના પ્રયજન માટે જડદ્વારા વ્યાપાર કરે છે. પણ એ જડવાદ ઉપરને સૌથી માટે પ્રહાર તે આધુનિક વિજ્ઞાનશાસ્સે જ કરેલો છે. જડવાદે સ્વીકારેલ દ્રવ્ય (matter) નો આખો ખ્યાલ જ હાલ બદલાઈ ગયો છે કારણકે દ્રવ્ય પહેલાં માનતા હતા તેવા પરમાણુનું બનેલું નથી, પણ એ તે માત્ર બે ભિન્ન પ્રકારના વિદણુની રચનાઓથી બનેલું છે. એટલે દ્રવ્ય જેવું કંઈ રહેતું નથી, માત્ર શક્તિ જ રહે છે. પણ વિજ્ઞાન એથી પણ આગળ જાય છે. દેશ અને કાલ પણ કઈ સ્વતંત્ર વાસ્તવિક તો નથી, માત્ર સાપેક્ષ છે; વળી દેશ અને કાલ પણ આપણે માનીએ છીએ તેવાં ભિન્ન નથી, એક જ સતનાં બે ભિન્ન સ્વરૂપ છે, અને દેશકાલ નામને, એક જ ચતુર્માન પદાર્થ સ્વરૂપ છે. આનંદશંકર એ વાર્તાલાપમાં છેવટે જાડા અક્ષરમાં બધાને સાર કહે છે: “તારા પૃથ્વી હું તમે સર્વે દેશકાલ નામક મહોદધિના તરંગ છીએઃ એક જ મૂલભૂત સતનાં રૂપ વા પ્રકાર છીએ.”૨૦ આપણે કહી શકીએ કે ભૌતિક વિજ્ઞાને વેદાની આટલી સેવા કદી કરી ન હતી! - આનંદશંકર તેમના વિદ્યાબંધુ મણિલાલની પેઠે, અને સર્વ ફિલસૂફીનું પ્રાપ્તવ્યસ્થાન માને છે. એ દૃષ્ટિથી એમણે પશ્ચિમની ફિલસૂફીને ઈતિહાસ અવલોક છે. “વિવેક અને અભેદ'ના લેખમાં પ્રાચીન ગ્રીક ફિલસૂફ થેલ્સથી માંડીને હટે સ્પેન્સર અને હેગલની ફિલસૂફી સુધીમાં દાર્શનિક મનન કેવી રીતે વિકાસ પામે છે, અને કેવી રીતે અદ્વૈતશિખર તરફ પ્રયાણ કરે છે તે દર્શાવી છેવટે હેગલના વિશિષ્ટાદ્વૈતવાદ અને શંકરાચાર્યના કેવલાદૈતવાદની તુલના કરી છે. અને કેવલાદ્વૈત કેવી રીતે વિશેષ સયુક્તિક છે તે દર્શાવેલ છે. તે પછીની પશ્ચિમની ફિલસૂફીનું દિગ્દર્શન તેમણે મદ્રાસમાં ભરાયેલી ઇન્ડિયન ફિલોસોફિકલ કેગ્રેસના પ્રમુખપદેથી
૨૦, પૃ. ૧૬૫