________________
૨ આનંદ આવે છે, તેમ નીતિ પણ માનવચેતનાની સ્વાભાવિક ક્રિયા છે, અને માટે જ નીતિમાં માણસને આત્માનુભવને આનંદ થાય છે. નીતિ માણસને સ્વતસિદ્ધ ન હોત, તે એક બાહ્ય ગુલામી જેવી, બાહ્ય આપત્તિ જેવી લાગત.
અલબત અહી એક પ્રશ્ન રહી જાય છે. જે નીતિ કેવલ સ્વભાવગત હોય તે માણસ અનીતિવાન શા માટે થાય છે? બીજુ, નીતિ કેવલ સ્વભાવગત હેય તે તેમાં આજ્ઞાને રણકાર કેમ સંભળાય છે ? વેદાન્તી કહેશે, એ જ માયા, એ જ અવિદ્યા, એ જ અજ્ઞાન. એ જાય અને માણસ બ્રહ્મદષ્ટિવાળે થાય તે પછી કદી અનીતિવાન ન થાય, અને પછી કદી નીતિ પાળવામાં તેને બાહ્ય આજ્ઞાપાલન જેવું કશું લાગે પણ નહિ. જીવનમુક્તને, બ્રહ્મદષ્ટિવાળાને નીતિનાં બંધન નથી, નિગુણ્ય દિશામાં વિધિનિષેધ નથી, એનો અર્થ એ જ કે એ દશામાં બધી ક્રિયાઓ એની મેળે જ નીતિમય થાય. પ્રયત્નથી કરવી ન પડે.
અત ઉપરનું ત્રીજું આક્રમણ ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રીઓના જડવાદનું છે. એ વાદ કહે છે કે વૈજ્ઞાનિક રીતે જે કાંઈ સિદ્ધ થઈ શકે તે એ છે કે આ સર્વ જગત પ્રકૃતિ (matter) અને શક્તિ કે સ્કૂર્તિ (energy) નું બનેલું છે. જેને આપણે ચિત્ત કહીએ છીએ તે એનો જ વિકાર છે. આચાર્ય આનંદશંકરને જેટ ફિલસૂફીને શેખ હતિ તેટલો જ વિજ્ઞાનને હતો. સાચા ફિલસૂફીના શેખનું એ જ સ્વરૂપ છે, કારણકે ફિલસુફી સમગ્ર જગતનું સત્ય શોધવા પ્રયત્ન કરે છે. તેમાં પણ અદ્વૈત તે જડમાં પણ જીવ જેટલું જ બ્રહ્મ સભર ભર્યું છે, પ્રમાતા અને પ્રમેય બન્નેમાં એક જ બ્રહ્મ વિલસે છે, એમ માને છે. એટલું જ નહિ, ભૌતિક શાસ્ત્રને અભ્યાસ એ શાસ્ત્રોની મર્યાદા પણ બતાવે છે, અને એ મર્યાદાથી જ દર્શનશાસ્ત્રની આવશ્યકતા સિદ્ધ થાય છે. એથી જ બન્નેને ભેદ, ભિન્ન વિષય અને ભિન્ન ગવેષણપદ્ધતિ પણ ફુટ થાય છે. વળી જગતના ઈતિહાસમાં જેવું ચેતનવાદે એકછત્ર રાજ્ય ભગવ્યું છે તેવું જડવાદે કદી ભોગવ્યું નથી. વર્તમાનયુગમાં પશ્ચિમમાં જ્યારે જડવાદ માટે મેટામાં મેટા દાવા કરવામાં આવતા હતા ત્યારે પણ ઘણા વિજ્ઞાનશાસ્ત્રીઓ પોતે જ ચેતનવાદી હતા અને તેમણે જડવાદના સમયે રદિયો આપેલા છે. આનંદશંકરે જડવાદની વિરુદ્ધ એવા મહાન ચેતનવાદી વૈજ્ઞાનિક સર ઓલિવર લેજના એક આખા લેખને ભાષાન્તર કરી મૂકે છે. જડવાદને સિદ્ધાન્ત, કે ચેતન એ જડને જ વિકાર છે, એને મેટામાં મોટો બાધ પિતાની