________________
૧૯૨૮માં કરેલા વ્યાખ્યાનમાં આવે છે, જે વ્યાખ્યાન આ ગ્રંથમાં સંગ્રહ્યું છે. તેને સાર તેઓ ગુજરાતીમાં મૂકવાના હતા પણ તે તેઓ કરી શક્યા નથી. એ લેખમાં તેઓ વર્તમાનયુગના ફિલસૂફના મતે ટૂંકમાં પરીક્ષે છે અને તેમનાં સપક્ષ વિપક્ષ દષ્ટાઓંથી તત્વજ્ઞાનની પૂર્ણતા અદ્વૈતમાં રહેલી છે તે બતાવે છે. જૂને જડવાદ અને વાસ્તવવાદ (Realism) નાશ પામતાં બટ્ટેન્ડ રસેલ તેને નવું સ્વરૂપ આપવા પ્રયત્ન કરે છે પણ તેનું મુખ અને ગતિ પણ વિજ્ઞાનવાદ તરફ જ રહે છે. એલેકઝાન્ડર નવા પ્રકારનો એવોલ્યુશન કે વિકાસવાદ માને છે, જેમાં વિકાસની શ્રેણીમાં દરેક પગલે નવીન અંશે પ્રવેશે છે. તેને માટે મને પણ બીજા પદાર્થો ભેગે
એક પદાર્થ છે, અને વિકાસક્રમમાં અમુક અમુક શારીરિક સ્થિતિથી તે નિષ્પન્ન થાય છે. તેના મત પ્રમાણે મન એક જ્ઞાનતંતુજન્ય પદાર્થ છે. પણ પાછો તે કહે છે કે મનથી સ્વતંત્ર રીતે જ્ઞાનતંતુનો એ વિકાર કદી જોવામાં આવતું નથી. આમાં ઊંડા ઊતરીએ તે એને અર્થ એ કે મનના વ્યાપારને લીધે જ્ઞાનતંતુમાં વિકાર થાય છે, અને જ્ઞાનતંતુ એ મનનું ઉત્પાદક કારણ નથી, પણ તેનું તંત્ર છે, તેને વ્યક્ત થવાનું સાધન કે વારિત્ર છે. જૂના જડવાદને જે દેષ લાગતો હતો તે જ આને લાગે છે. વર્તમાન જમાનાને ત્રીજો સમર્થ તત્વજ્ઞ બગસરે છે. તેને પ્રસિદ્ધ સિદ્ધાન્ત “જીવનતત્ત્વ'ને છે, જેને માટે તે નવું “elan vital” પદ કેજે છે. તેના કહેવા પ્રમાણે સમુદ્રમાં એક મોટું મેજું ફરી વળે પણ તે અંતે દૂર જઈને કયાંક અટકી જાય છે, તેમ આ જીવનતત્વમાં એક મેજું પ્રસરતું જાય છે, પણ એ જીવનતત્ત્વને છેવટે રોધ થાય છે અને ત્યાં એ મેજું બંધ પડે છે; ત્યાં જાણે જીવનતત્ત્વ પરાજિત થાય છે, કશાક વિનથી કુંઠિત થાય છે અને એ પરાજિત જીવનતત્વ એ જ જડવતુ (matter)! પણ પ્રશ્ન થાય છે કે જે જીવનતત્વએ એક જ સત્પદાર્થ હોય તે તેને વિન આવ્યું ક્યાંથી ? આનું એક જ સમાધાન હોઈ શકે કે એ જડ વસ્તુ પણ એ જીવનતત્ત્વનું જ પરિણામ છે. એ જીવનતત્વને પરાજય નથી, પણ જે પ્રયેાજન કે હેતુથી જીવનતત્વ પ્રાણીઓમાં પ્રગટ થાય છે તે જ પ્રોજનથી તે જડમાં પ્રગટ થયું હતુ. આ પ્રમાણે વર્તમાન જમાનાની ફિલસૂફીનું એક લક્ષણ એ ગણી શકાય કે તત્વજ્ઞાન વિજ્ઞાનની ભૂમિકા ઉપર રચવામાં આવે છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તે જડમાથી જીવન તરફ અને જીવનમાંથી અધ્યાત્મ તરક પ્રગતિ કરે છે.
૨૧. પૃ. ૧૫૯ ૨૨, પૃ. ૮૦૫