________________
ભાયાવાદ
૧૧૫
તવ ઉપર આધાર રાખે ત્યાં સુધી પ્રશ્ન રહેવાને કે કર્તવ્ય આચરવું એવી ઈશ્વરની આજ્ઞા ભલે હોય, પણ મારે એ શા માટે અનુસરવી? ઈશ્વરની છે માટે? ઈશ્વરમાં એવું શું તત્વ રહેલું છે કે જેને લીધે એની આજ્ઞા પાળવી એ ભારે ધર્મ છે ? શક્તિ વિશુદ્ધિ આદિ ગુણસંગ્રાહક ઈશ્વરત્વ? એથી તે મને ઈશ્વર પ્રતિ ભય કે ભાન ઉત્પન્ન થાય, પણ તેટલા માટે મારે એની આજ્ઞા અનુસરવી એ શી રીતે ફલિત થયું? ઈશ્વરની છે માટે અનુસરવી એમાં સ્વતઃસિદ્ધપણું શું છે? અને સ્વતઃસિદ્ધ હેવું એ તે કર્તવ્યતાનું આવશ્યક સ્વરૂપ છે. અતવેદાન્તીને તે કર્તવ્ય આચરણમાં આત્માને આત્મલાભ થાય છે. ટુંકામાં–કર્તવ્ય એ માત્ર શેખ કે સચિને વિષય નથી પણ અમુક પ્રકારની વિલક્ષણ આજ્ઞા છે એ એક તરક સિદ્ધ છે; બીજી તરફ એ પણ સિહ છે કે આ આજ્ઞાને અનુસરવામાં જ આત્માનું ખરૂં સ્વાતંત્ર્ય છે. આમ એક તરફથી સ્વાતંત્ર્ય અને બીજી તરફથી આજ્ઞા (પારતન્ય) એ બેની સંગતિ “અભેદ” “માયા” “અવિદ્યા” આદિ દ્વારા સધાય છે.
સુદર્શન, માર્ચ સને ૧૮૯૯.
rests, this authority itself can only be grounded upon a force majeure. In other words, the interest which man takes in it can only be an indirect one, having been made artificially to attach to it by means of threatened punishments and promised rewards. But what is this again but the destruction of morality, for whatever else morality may be, it is univers sally acknowledged by all who reflect upon it to be something more than slavish submission to a superior will on the ground of its superior power." Muirhead's Elements of Ethics pp. 78-88–84,