________________
૧૦૦
કર્મયાગ
સારતાના વિવેક માટે પ્રકૃતિના ગુણાનું પૃથક્કરણ કર્યું છે, અને એ ગુણી સત્ત્વ રજસ અને તમસ–એનાં સ્વરૂપે પણ સૂક્ષ્મતાથી વર્ણવ્યાં છે. વળી દૈવી સંપત અને આસુરી સંપત્ એમ આપણી વૃત્તિઓના વિભાગ પાડયા છે તે પણ અમુક કૃત્ય આપણી દૈવી સ’પને પેખે છે કે આસુરી સ’પત્ને એ વિચારવા માટે છે.
રૂઢ થઈ ગએલા વર્ણાશ્રમધર્મીમાં કેટલાક એવા પણુ જણાશે કે જે દૈવી સંપતને બદલે આસુરી સ’પતને ઉપકારક થાય છે. એવા ધર્માને મેલ સમજીને દૂર કરો; અને શુદ્ધ ભાગને તારવી કાઢે; એની મૂળ ઉજ્જવળતાને તમારા આચરણમાં પ્રતિલિત કરી અધિક ઉજ્જવળ બનાવે, અને મિથ્યાવાદવિવાદ ન કરતાં તમારા જીવનના દૃષ્ટાન્તથી બતાવી આપે કે આપણા પ્રાચીન ધર્મમાં કેવી ખૂબી છે! અધિક શું કહું ?
[ વસન્ત, વૈશાખ સંવત્ ૧૯૬૫ ]
* એક ન્ડાની શાસ્ત્રીઓની અને વિદ્યાર્થીઓની સભા સમક્ષ પ્રમુખ તરીકે “મિયેાગ” ના વિષય ઉપર હું થેાડુંક ખેલેલે, તેના અત્રે થાડાક વિસ્તાર કર્યો છે.