________________
કમેગ
૧૦૧
૧૪
કર્મચાગ-૨
આપણે ગયા અંકમાં કાગનું તત્ત્વ એના સાદા અને સરળ સ્વરૂપમાં યથાશક્તિ વિચાર્યું. એમાં આપણે જોયું કે–પરમાત્મામાં દૃષ્ટિ સ્થાપી , કર્મનિષ્ઠ રહેવું, અને પિતાપિતાની પ્રકૃતિને વિચાર કરી અધિકાર જોઈ કર્તવ્યનિર્ણય કરવો એ એ મહાન ઉપદેશનું રહસ્ય છે. એ ઉપદેશની મહત્તા એ છે કે મનુષ્યજાતિના અમુક જ વર્ગને–રાજાને કે રંકને, વિદ્વાનને કે અભણને, સ્ત્રીને કે પુરુષને જ તે લાગુ પડતો નથી. મનુષ્ય માત્રને–અને તે પણ સર્વ દેશમાં અને સર્વ કાળમાં લાગુ પડતા એ ઉપદેશ છે. અને એમ છે તે–એમાંથી વર્તમાન કાળમાં આપણે–હિન્દનિવાસી આર્યજનોએ શો સાર ગ્રહણ કરવાનું છે એ વિચારવું સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે.
आलस्य-विषाद-चिन्ता-शंका आदि आत्मशोषक वृत्तिओने दूर करी, उद्यम-उत्साह-आनन्द आदि आत्मपोषक वृत्तिओ प्रजामा दाखल करवी-ए एक मुख्य बोध छे.
ગઈ ઔદ્યોગિક પરિષદુના પ્રમુખ મિ. સુધેળકરે સંન્યાસની ભાવના ઉપર જે એકદેશી આક્ષેપ કર્યો હતો તેમાં તે આપણે નહિ સંમત થઈએ, પરંતુ તે સાથે એ પણ સ્મરણમાં રાખીશું કે" न कर्मणामनारम्भान्नैष्कर्म्य पुरुषोऽश्रुते ।
ચરાવ સિદ્ધિ સમિતિ ” મ. . . –માત્ર કર્મ કરવાં માંડી વાળવાથી માણસ નિષ્કર્ષદશા પ્રાપ્ત કરતા નથી, તથા સંન્યાસ-કર્મત્યાગ -એટલાથી જ એ સિદ્ધિ પામતો નથી”એવું ભગવચન છે. અને જે એ વચન માત્ર ઉચ્ચારીને બેસી ન રહેતાં આપણા સમસ્ત દેશના જીવનમાં એનું સતત સ્મરણ રાખવા-રખાવવાનું + "The ascetic ideal, which holds in contempt this world and its interest, has exercised for centuries past a dominating influence on the Indian mind.......
The downfall of our industries, arts and trade, is as much due to this cause, as to the heavy disabilities and restrictions imposed upon them by the economic and fiscal policy of England and other countries."