________________
કર્મયોગ
જેમાંનું કાઈને એક તે કોઈને બીજું તે કેઈને ત્રીજું એમ વિવિધ મનુષ્યને પિતપોતાના સ્વભાવનુસાર વિવિધ સાધને ઉપયોગી થઈ પડે છે, દરેક મનુષ્ય પિતપોતાની ખામી અને સ્વભાવને વિચાર કરીને તે તે સાધને શ્રદ્ધાથી ગ્રહણ કરવાં. એટલે વિચાર કરવાની પણ શક્તિ પ્રાપ્ત ન થઈ હોય તે પરમ કૃપાળુ શ્રીકૃષ્ણ પરમાત્માએ મનુષ્ય માત્રને ઉપદેશેલા કર્મયોગના ઘેરી માર્ગે ચઢવું. અનેક સકર્મો કરતાં કરતાં ઉત્તમ શીલ જામે છે, પણ તે જામતાં પહેલાં પિતાની સ્વતન્ત્ર બુદ્ધિથી કર્તવ્યને નિર્ણય કરવાને લોભ રાખવો વૃથા છે. અને આ વિષયની સ્વતન્દ્ર બુદ્ધિ જેને અંગ્રેજીમાં “conscience' કહેવામાં આવે છે એના નિર્ણય ત્યારે જ પ્રામાણિક બને છે કે જ્યારે એ બુદ્ધિ રાગદ્વેષાદિ દેવ થકી મુક્ત થાય છે, અને સંસારને અનુભવથી પરિપકવ બને છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણું શાસ્ત્રકારોએ વર્ણાશ્રમના ધર્મો રચી મૂક્યા છે. એ વર્ણાશ્રમધર્મોનું સેવન કરવું અને તે નિષ્કામ વૃત્તિથી પરમાત્મા ઉપર દૃષ્ટિ રાખીને કરવું એ કર્મયોગનું રહસ્ય છે. એ ધર્મોના આચરણમાં કઈ વહેમી કે જુલમી વ્યવસ્થાને આધીન થવા જેવું નથી. મનુષ્યસ્વભાવના અને સંસારતત્વના પૂર્ણ અનુભવી, પ્રતિભાશાલી, અને પરોપકારી મહાત્માઓએ જગતના કલ્યાણાર્થે એ માર્ગો બનાવ્યા છે. તે કેટલીક વખત લાંબા અને વિકટ લાગતા હશે ખરા, પણ ઘણાએક ટુંકા અને સુગમ દેખાતા માર્ગે જ વસ્તુતઃ ભૂલભૂલામણ ભરેલા નીવડે છે.
ત્યારે શું ગીતાનું તાત્પર્ય ચાલતી રૂઢિએ ચાલ્યા કરવુ એમ ઉપદેશવાનું છે? નહિ જ, કર્તવ્યને નિર્ણય કેવલ સ્વતન્દ્ર બુદ્ધિથી કરો કેવો કઠણ છે એ જણવવા, શ્રીકૃષ્ણ ભગવાને
"कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।
अकर्मणध बोद्धव्यं गहना कर्मणो गतिः ॥" –એમ કર્મ-વિક–અને અકર્મ ત્રણેની બાબતમાં ચેતતા રહેવાનું કહ્યું છે, અને
"ज्ञात्वाशास्त्रविधानोक्तं कर्म कर्तु मिहाहसि।" –એમ શાસ્ત્રને વિધિ અનુસરવાની આજ્ઞા કરી છે. તે જ સાથે કાકાર્યને નિર્ણય કરવા માટે પણ આત્મપમ્યાદિ (પોતાની જાત જેવી સામાની જાતને ગણવી વગેરે-) ઘેરણ બતાવ્યાં છે. દરેક કૃત્યની સારા