________________
૭૬
અષ્ટાદશકી ગીતા
ભાને સમપી દીધી છે. આ જે ભક્ત તે પરમાત્માને બહુ પ્રિય છે. આ અર્થને નીચેને લોક છે.
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः। सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः॥
१२ अ० १६ प्रलो०
(ભક્તિ ). [“અનપેક્ષ, શુચિ, દક્ષ, ઉદાસીન, ગતવ્યથ, સવરંભપરિત્યાગી, એવો જે ભારે ભક્ત તે ભારે પ્રિય છે.”]
પ્રશ્ન થશે કે સર્વ પ્રકારના આરંભ” નામ પ્રવૃત્તિઓ તે કયી છતાં એ માણસ “ઉદાસીન –તટસ્થ છે એમ કેમ કહેવાય ? આ પ્રશ્નને ઉત્તર આકાશનું દષ્ટાન આપી કહે છે –જેમ આકાશ સૂક્ષ્મતાને લીધે સર્વત્ર વ્યાપી રહ્યું છે છતાં કશાથી લેપાતું નથી, તેમ આત્મા સર્વત્ર દેહમાં રહ્યો છે છતાં લેપાત નથી. તાત્પર્ય કે નિલપ રહેવા માટે આત્માએ બહાર જવાની જરૂર નથી. દેહમાં રહ્યા છતાં, વ્યવહારમાં રહ્યા છતાં, પણ સમજે તેને માટે એ નિર્લપ જ છે. આત્મા એ કાંઈ આ દાબડીમાં હીરે પડયો છે, કે આ કબાટમાં ચાપડીઓ પડી છે એમ દેહમાં કે જગતમાં મૂકાએલો નથી. એટલે જેમ દાબડીને મેલ હીરાને વળગે કે કબાટ સળગતાં ચોપડીઓ સળગે એમ દેહના કે વ્યવહારના ધર્મોથી આત્માને દેષ લાગે એમ નથી. એ તો દેહનું, અને વ્યવહારનું અસ્તિત્વ બન્યું રાખનાર, એ સર્વનું અંતયમી, એ સર્વના અસંખ્ય ભેદ વચ્ચે એક રહેનાર તત્વ છે. •
यथा सर्वगतं सौषम्यादाकाशं नोपलिप्यते। सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ॥
१३ अ० ३२ श्लो०
(પ્રકૃતિપુરુષનિર્દેશ અથવા ક્ષેત્રક્ષેત્રજ્ઞ૦) T બજેમ સવંગત છતાં અતિ સૂક્ષ્મ હોવાને લીધે આકાશ પાતું નથી, તેમ સર્વત્ર દેહમાં તો આત્મા પાસે નથી.”].
ઉપરના શ્લોકમાં જે “આત્મા' નામનું પ્રકૃતિમાં વિરાજતું અને પ્રકતિ થકી પર એવું તત્ત્વ વર્ણવ્યું, એને જેણે સાક્ષાત્કાર કર્યો છે,