________________
અષ્ટાદશશ્લોકી ગીતા
૭૭
અથત એને જેણે આત્મરૂપે અનુભવ્યું છે, એને ત્રિગુણાત્મક પ્રકૃતિમાં પિતાપણું રહેતું જ નથી. સત્ત્વગુણને ધર્મ જે “પ્રકાશ,” રજોગુણને ધર્મ જે “પ્રવૃત્તિ અને તમે ગુણને ધર્મ જે “મેહ –એ સર્વે આવ્યાં તેઓ ભલે, ગયાં તેઓ ભલે; એને આત્મભાવ તે જૂદી જ વસ્તુમાં છે; એવી વસ્તુમાં છે કે જે ત્રણે ગુણથી અને ત્રણે ગુણના ધર્મોથી પર છે; જેની આગળ એ સર્વ ગુણે અને ગુણેના ધર્મો કાંઈકે માયાના પટવત પથરાઈ રહ્યા છે, પ્રકૃતિસમુદ્રમાં તરંગવત રમી રહ્યા છે.
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव । न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति ॥
૨૪ ૧૦ રર સ્ટોક
(ગુણત્રયવિભાગ) [[“પ્રકાશ અને પ્રવૃત્તિ અને મેહ પણ, તેની સંપ્રવૃત્તિને, હે પાંડવ! તે દ્વેષ કરતો નથી, કે નિવૃત્તિની ઇચ્છા કરતું નથી.”]
૧૫
ત્યારે દેહ અને વ્યવહારના ધર્મ તે પ્રકૃતિના ઠર્યા, અને બ્રાના અદ્વેતસામ્રાજ્યને ભંગ થય! આ શંકાના સમાધાનમાં કહેવાનું કે એ ધર્મો પ્રકૃતિના ખરા, પણ પ્રકૃતિ થકી સિદ્ધ નહિઃ અમાત્યની પ્રતિષ્ઠા એ અમાત્યની ખરી, પણ અમાત્ય થકી–સ્વતસિદ-નહિ કિન્તુ રાજા થકી– પરતઃ સિદ્ધ, આત્મા પ્રાણિમાત્રના દેહમાં રહ્યો છે, અને તેથી જ દેહ દેહના ધર્મો કરે છે, અન્ન પચે છે અને એથી દેહ ટકે છે; પણ એનું કારણમાત્ર પ્રાણપાનવાયુ નથી, પણ એ વાયુ સાથે જોડાએલે જે આત્મા તે છે. કહેવાની જરૂર નથી કે આ આત્મા તે “હું” જ નહિ, પણ મારા તમારા સર્વમાં પ્રકાશ એક આત્મા તે છે. આ આત્માનો પ્રતિદેહ જૂદા જૂદો આવિર્ભાવ થાય છે, પણ આત્મા સ્વયં સર્વત્ર એક જ છે. માટે એને વૈશ્વાનર આત્મા કહ્યો.
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः। प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥
१५ अ० १४ श्लो०
(પુરુષોત્તમ) [[ બહુ વૈશ્વાનર થઈને પ્રાણીના દેહમાં રહું છું, અને પ્રાણાપાનસમાયુક્ત થઈ ચતુર્વિધ અન્નને પરિપાક કરું છું.”]