________________
પચસગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
૮૫૯
મનુષ્યદ્ધિક વગેરે અઠ્ઠાવીશ પ્રકૃતિએ અઘુવ સત્તાવાળી જ હોવાથી તેઓની સત્તા સાદિ અને અધુવ એમ બે પ્રકારે છે.
જે જે પ્રકૃતિઓની જે જે ગુણસ્થાનક સુધી સત્તા હોય તે તે ગુણસ્થાનક સુધીના છે તે તે પ્રકૃતિઓની સત્તાના સ્વામી છે. તેથી કઈ કઈ પ્રકૃતિઓ કયા કયા ગુણસ્થાનક સુધી સત્તામાં છે–તે બતાવે છે.
નિદ્રા અને પ્રચલાની ક્ષીણમોહના ચિરમ સમય સુધી અને પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિની ક્ષીણુમેહના ચરમસમય સુધી સત્તા હોય છે.
તે તે આયુષ્યને બંધ કરે તે સમયથી આરંભી તે તે ભવમાં ગયેલા જીવને તે તે ભવના અન્ય સમય સુધી તે તે આયુષ્યની સત્તા હોય છે. ત્યાં ગુણસ્થાનક આશ્રયી વિચારીએ તે નરકાયું અને તિય ચાયુની સાતમા ગુણસ્થાનક સુધી, દેવાયુષ્યની અગિયારમાં ગુણસ્થાનક સુધી તથા મનુષ્પાયુની ચૌદમાના ચરમસમય સુધી સત્તા સંભવી શકે છે.
મિથ્યાત્વ મોહનીયની પ્રથમના ત્રણ ગુણસ્થાનકોમાં અવશ્ય સત્તા હોય છે અને ચોથાથી અગિયારમા સુધીના આઠ ગુણસ્થાનકેમાં મિથ્યાત્વને ક્ષય કરેલ છવને સત્તા હેતી નથી, શેષ જીવને હેય છે.
સાસ્વાદન ગુણસ્થાને મોહનીયકર્મનુ અાવીશનું એક જ સત્તાસ્થાન હોવાથી ત્યાં સમ્યકત્વ મેહનીયની અવશ્ય સત્તા હોય છે. અભવ્યે, અનાદિ મિથ્યાષ્ટિભ તેમ જ સમ્યકૃત્વથી પડી પહેલા ગુણસ્થાને આવી જેમણે સમ્યકત્વ મેહનીયની ઉદ્વલના કરેલ છે તેવા મિથ્યાત્વીઓને પણ સમ્યક્ત્વની સત્તા હોતી નથી અને જેમણે મિથ્યાત્વ ગુણસ્થાને આવવા છતાં હજુ સમ્યકત્વ મેહનીયની ઉદ્ધલના કરી નથી તેવા જીને પહેલા ગુણસ્થાને સત્તા હોય છે. વળી મિથ્યાત્વે આવી ઉદ્વલના દ્વારા સમ્યકત્વ મેહનીય ક્ષય કર્યા પછી મોહનીયની સત્તાવીશની સત્તાવાળા છવ મિથ્યાત્વથી મિશ્ર ગુણસ્થાનકે જાય ત્યારે તે જીવને મિશ્ર ગુણસ્થાને સમ્યક્ત્વ મોહનીયની સત્તા હતી નથી અને શેષ જીને હેય છે.
ચોથાથી અગિયારમા ગુણસ્થાનક સુધી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યકત્વ મેહનીયની સત્તા હતી નથી અને અન્ય જીવેને હોય છે.
સાસ્વાદન ગુણસ્થાને અઠ્ઠાવીશની જ સત્તા હોવાથી અને મિશ્ર મોહનીયની સત્તા વિના મિશ્ર ગુણસ્થાનકને જ અસંભવ હોવાથી આ બે ગુણસ્થાને મિશ્રમેહનીયની સત્તા અવશ્ય હોય છે.
છqીશની સત્તાવાળા મિથ્યાદષ્ટિએને પહેલે ગુણસ્થાને મિશ્રમેહનીયની સત્તા હેતી નથી અને અઠ્ઠાવશે તથા સત્તાવીશની સત્તાવાળા અન્ય જીને અવશ્ય હોય છે.