________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સાર સંગ્રહ
૮૪૧૫
અતિમ પાંચ સંઘયણ, અતિમ પાંચ સંસ્થાન, એકેન્દ્રિયદિ ચાર જાતિ. અશુભ વિહાગતિ, આહારકટ્રિક, આતપ, ઉધોત, સ્થિર, શુભ, યશ. અસાતા વેદનીય. સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્યાદિ બે યુગલ અને સ્થાવર દશક, આ એક્તાલીશ પ્રકૃતિએને ઉત્કૃષ્ટથી નિરંતર બંધકાળ અંતર્મુહૂર્ત છે. કારણકે–અંતર્મુહૂર્ત પછી અધ્યવસાયના પરાવર્તનથી પ્રકૃતિઓને અવશ્ય બંધ થાય છે.
ઉદયવિધિ ગ્રંથકારે ઉદયથી આરંભી આઠ કરણની સમાપ્તિ સુધી એક અઠ્ઠાવન પ્રકૃતિએની વિરક્ષા કરી છે. તેથી અહિંયાં પણ તે જ પ્રમાણે બતાવવામાં આવશે.
પાંચ જ્ઞાનાવરણચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ ઘાતકમની પ્રકૃતિઓ, વર્ણાદિ વીશ, તેજસ-કાશ્મણ સપ્તક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ અને નિર્માણ આ તેત્રીશ નામકર્મની પ્રકૃતિઓ અને મિથ્યાત્વ મોહનીય, આ અડતાલીશ વેદથી પ્રકૃતિઓને અભને અનાદિકાળથી ઉદય છે અને અનંતકાળ સુધી રહેવાને છે માટે અનાદિ અનંત, તેમજ ભવ્યને અનાદિકાળથી ઉદય વા છતાં ભવિષ્યમાં વિચ્છેદ થવાને હોવાથી અનાદિ સાન્ત. એમ બે પ્રકારે કાળ છે. વળી સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે ગયેલાને મિથ્યાત્વને પુનઃ ઉદય થાય છે અને સમ્યક્ત્વ પામે ત્યારે ફરી ઉદયને વિચ્છેદ થાય છે. માટે મિથ્યાત્વને સાદિ-સાન્ત સહિત ત્રણ પ્રકારે કાળ છે. શેષ એકસે દશ પ્રકૃતિઓ અધવોદયી હોવાથી તેઓને કાળ સાદિ-સાન્ત જ છે.
બંધની જેમ ઉદય પણ પ્રકૃતિ, સ્થિતિ. રસ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારે છે.
અમુક અપવાદ સિવાય ઉદય અને ઉદીરણા સર્વદા સાથે જ હોય છે. માટે આગળ ઉપર આચાર્ય મ. સા. ઉદીરણાકરણમાં જે પ્રમાણે પ્રકૃતિ આદિ ઉદીરણા. તેના સ્વામી અને સાદ્યાદિ બતાવશે તે પ્રમાણે ઉદયમાં પણ સમજવાના છે. આ પ્રકરણમાં માત્ર ઉદીરણાથી જે વિશેષતા છે, તે જ બતાવવામાં આવશે.
પ્રકૃતિઉદય ત્યાં પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદને ક્ષીણમેહ ગુણસ્થાનકની ચરમાવલિકામાં, સંલન લોભને સૂક્ષમjપરાયની ચરમ આવલિકામાં. ઉપર દલિકને જ અભાવ હોવાથી કેવળ ઉદય હોય છે પરંતુ ઉદીરણા હતી નથી.
સાતમાથી ચૌદમા ગુણસ્થાનક સુધી મનુષ્પાયુ અને બે વેદનીયના ઉદીરણા યોગ્ય સંકિલષ્ટ અધ્યવસાને અભાવ હોવાથી દેશના પૂર્વ કોડ કાલ પર્યત આ ત્રણને કેવળ ઉદય જ હોય છે, પરંતુ ઉદીરણા હેતી નથી.
મનુષ્યગતિ. પચેન્દ્રિય જાતિ, રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ. ૧૦૮