________________
૮૪૦
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
સાગરોપમ પ્રમાણુ ક્ષપશમ સમ્યકત્વને કાળ પૂર્ણ કરી મનુષ્યભવમાં અંતમુહૂ મિશ્રગુણસ્થાને જઈ પુનઃ શોપશમ સમ્યક્ત્વ પામી બે વાર વિજયાદિ ચારમાંથી કોઈ પણ અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળે દેવ થાય. એ પ્રમાણે બીજીવાર પણ છાસઠ સાગરેપમ પ્રમાણુ ક્ષયાપશમ સમ્યફત્વને કાળ પૂર્ણ કરી મનુષ્યભવમાં આવી મોક્ષે જાય અગર મિથ્યાત્વે જાય. આ રીતે આટલા કાળ સુધી કેટલેક ઠેકાણે ગુણપ્રત્યયથી અને કેટલેક સ્થાને ભવપ્રત્યયથી આ સાતની પ્રતિપક્ષ પ્રકૃતિઓને બંધ ન હોવાથી આ સાતે પ્રકૃતિએ નિરંતર બંધાય છે.
અહિં ટીકામાં છઠ્ઠી નરકમાંથી સમ્યકત્વ સહિત મનુષ્યભવમાં આવી અનુત્તર સંયમનું પાલન કરી નવમી પ્રવેયકમાં જાય. એમ કહ્યું છે. પરંતુ બૃહત્સંગ્રહણી ગા. ૨૩૯ તથા તેની ટીકામાં તેમ જ અન્ય ગ્રંથમાં કહેલ છે કે પાંચમી નરકમાંથી આવેલા આત્મા મનુષ્ય થઈ સર્વવિરતિ સ્વીકારી શકે છે, પરંતુ છઠ્ઠી નરકમાંથી આવી મનુષ્ય થયેલ આત્મા દેશવિરતિ પામી શકે છે, પરંતુ સર્વવિરતિ પામી શકો જ નથી. તેમ જ પંચમ કર્મગ્રંથ ગા. ૬૦ ની ટીકામાં આ સાત પ્રકૃતિઓને નિરંતર કાળ જણાવતાં “સમ્યફત્વ સહિત છઠ્ઠી નરકમાંથી નીકળી મનુષ્યપણુમાં દેશવિરતિ ચારિત્રની આરાધના કરી સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવ થાય, ત્યાંથી સમ્યક્ત્વ સહિત મનુષ્યભવમાં આવી સંયમ પાળી નવમી પ્રવેયકે જાય એમ કહ્યું છે. કર્મ પ્રકૃતિ સંક્રમણ કરણ ગા. ૧૦૮ ની ટીકામાં પૂ. મલયગિરિજી મ. તથા ઉપાધ્યાયજી મ. પણ તે જ પ્રમાણે જણાવે છે. વળી આ પ્રમાણે કરતાં એકસે પંચાશી. સાગરોપમ ઉપરાંત ચાર પલ્યોપમ કાળ પણ વધે છે. છતાં અહિં આવી વિવક્ષા કેમ કરી છે? તે બહુશ્રુતે જાણે
અનુત્તર વિમાનમાં મનુષ્યદ્રિક, ઔદારિક અંગોપાંગ અને વજsષનારાજી સંઘયણ–આ ચાર પ્રકૃતિઓની પ્રતિપક્ષ પ્રકૃતિએને બંધ જ ન હોવાથી તેત્રીસ સાગરેપમ સુધી નિરંતર આ જ પ્રકૃતિએ બાંધે છે. માટે આ ચારેને ઉત્કૃષ્ટથી નિરંતર અંધકાળ તેત્રીશ સાગરોપમ છે.
જિનનામને કંઈક ન્યૂન પૂર્વડવર્ક અને ચેરાશીલાખ પૂર્વ અધિક તેત્રીશ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટથી નિરંતર અંધકાળ છે તે આ રીતે –
પૂર્વડના આયુષ્યવાળ ઓછામાં ઓછી જેટલી ઉમર થયા પછી વીશ સ્થાનકની આરાધના દ્વારા જિનનામકર્મને નિકાચિતબંધ કરે ત્યારથી તે ભવના અંત સુધી તેમ જ તેત્રીસ સાગરેપમ અનુત્તર વિમાનમાં અને ત્યાંથી નીકળી રાશી લાખ પૂર્વના આયુષ્યવાળા તીર્થંકરના ભવમાં ક્ષપકશ્રેણિ માંડી બંધવિચ્છેદ ન કરે ત્યાં સુધી નિકાચિત કરેલ જિનનામને સતત બંધ ચાલુ જ રહે છે. માટે ઉપરોક્ત કાળ ઘટી શકે છે.
, ચારે આયુષ્યને નિરંતર બંધકાળ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ છે.