________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ
૩૫
અહિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામીના વિચારમાં સર્વત્ર ઉત્કૃષ્ટ યોગી અને પર્યાપ્ત સંપિચેન્દ્રિય લેવા, તેમ જ સાતમા ગુણસ્થાનક સુધીમાં આયુષ્ય સિવાય જે પ્રકૃતિએને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહ્યો હોય ત્યાં સર્વત્ર સપ્તવિધ બંધક સમજવા. વળી ઉત્કૃષ્ટ ચાણસ્થાનને જઘન્યકાળ એક સમય અને ઉત્કૃષ્ટકકાળ એ સમય હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પણ વધુમાં વધુ બે સમય થાય અને સર્વ રોગ સ્થાનેને જઘન્યકાળ એક સમય હોવાથી જઘન્યથી કેઈપણ પ્રદેશબંધ એક સમય જ થઈ શકે તેમ જ અપર્યાપ્તાવસ્થામાં જ ઘટતાં ચગસ્થાને ઉત્કૃષ્ટકાળ પણ એક સમય જ હોવાથી જે પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશબંધ અપર્યાપ્ત છ કરતા હોય તે પ્રકૃતિએના જઘન્ય પ્રદેશબંધને ઉત્કૃષ્ટકાળ પણ એક સમય જ અને તવોગ્ય સવ પર્યાપ્તિએ પર્યાપ્ત ના જઘન્ય ચગસ્થાનેને કાળ ઉત્કૃષ્ટથી ચાર સમય છે તેથી જે પ્રકૃતિએને પર્યાપ્તાવસ્થામાં જઘન્ય પ્રદેશબંધ થતા હોય ત્યાં ઉત્કૃષ્ટથી ચાર સમય પ્રમાણ કાળ હોય છે. એમ સત્ર સમજવું.
ત્યાં પ્રથમ ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી આ પ્રમાણે છે. મિથ્યાત્વી અથવા સમ્યગ્દષ્ટિ આયુષ્યને, પહેલા તથા ચોથાથી નવમા સુધીના ગુણસ્થાનકવતી માહનીય અને દશમા ગુણસ્થાને રહેલ જીવ અખધ્યમાન આયુષ્ય તથા મોહનીયને ભાગ પણ મળતા હોવાથી શેષ જ્ઞાનાવરણીય વગેરે છ કમને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે.
દશમ ગુણસ્થાનકવતી આત્મા પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય, સાતા વેદનીય, યશકીર્તિ અને ઉચ્ચગોત્ર એ સત્તરને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. કારણ કે આ સત્તર પ્રવૃતિઓને અનધ્યમાન મોહનીય તથા આયુષ્યને અને ચાર દર્શનાવરણીયને તદુપરાંત પાંચ નિદાને તથા યશકીર્તિને શેષ નામકર્મની પ્રકતિઓને પણ ભાગ મળે છે.
નવમા ગુણસ્થાને પ્રથમાદિ પાંચ ભાગમાં રહેલ આત્મા અનુક્રમે પુરુષવેદ અને સંજવલન ક્રોધાદિ ચારને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. કારણ કે આયુષ્યને તથા તે તે કાલે અધ્યમાન સર્વ મોહનીય પ્રકૃતિએને ભાગ પણ તેમને મલે છે.
, ચેથા ગુણઠાણે હાસ્ય, રતિ, અરતિ અને શાકને તથા આઠમા ગુણસ્થાને ભય, જુગુપ્સાને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ ટકામાં કહેલ છે. પરંતુ અખધ્યમાન મિથ્યાત્વની જેમ અખધ્યમાન પ્રથમના બાર કષાયને ભાગ પણ આ નોકષાયરૂપ છ પ્રકૃતિતિઓને મળતું હોય તે અરતિ-શાકને છઠે અને શેષ ચારને છઠ્ઠાથી આઠમા ગુણ
સ્થાનક સુધી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ કહેવું જોઈએ, છતાં કેમ કહેલ નથી તેનું કારણ વિશિષ્ટ જ્ઞાનીઓ જાણે,