________________
વચસહ કોચમું ધારે
9
)
પ્રદેશસત્તા સાદિ છે. તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુર હોય છે.
તથા સઘળી કર્મપ્રકૃતિએના જે વિકલ્પ કહેવામાં આવ્યા નથી તે સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. તેમાં શુભ ધ્રુવધિ પ્રવૃતિઓ અને ત્રસાદિ દશ વગેરે બેંતાલીસ પ્રવૃતિઓના નહિ કહેલા જઘન્ય, અજઘન્ય અને ઉત્કૃષ્ટ એ ત્રણ વિકલ્પ સાદિ અને સાત એમ બે પ્રકારે છે. તેમાં ઉત્કૃષ્ટમાં સાદિ સાંત ભંગને પહેલા વિચાર કરી ગયા છે અને જઘન્ય અજઘન્ય એ બે વિકલ્પમાં સાદિ સાંત ભંગને જઘન્ય પ્રદેશસત્તાને સ્વામિ કોણ છે? તે જોઈ પિતાની મેળે વિચાર કરી લે.
દવસના એકસે વીસ પ્રકૃતિએના જઘન્ય, ઉઠ્ઠ અને અતુલ્હા એ ત્રણ વિકલ્પ સાદિ સાંત એમ બે ભાગે છે. તેમાં જઘન્યમાં સાદિ સાત ભંગના પહેલા વિચાર કરી ગયા છે અને પૂર્વોક્ત બેંતાલીસ પ્રવૃતિઓ સિવાય સઘળી કર્મપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુહૃણ એ બે વિકલ્પ ગુણિતકર્મીશ મિથ્યાષ્ટિમાં હોય છે માટે તે બંને સાદિ સાત ભાંગે છે.
એ જ પ્રમાણે અનંતાનુબંધિ, સંવલન લેભ અને યશકીર્તિના ઉત્કૃષ્ટ અનુષ્ટ એ બે વિકલ્પ પણ જાણી લેવા. જઘન્યને તે પહેલા વિચાર કરી જ ગયા છે.
શેષ અધુવસત્તા પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ, અનુત્કા, જઘન્ય અને અજઘન્ય એ ચારે વિકલ્પ તેઓની સત્તા અધ્રુવ હોવાથી સાદિ સાંત એમ બે ભાંગે છે. ૧૫૪–૧૫૫
આ પ્રમાણે સાદિ વગેરે ભંગને વિચાર કર્યો. હવે સ્વામિત્વનો વિચાર કરે જોઈએ. તે બે પ્રકારે છે-ઉત્કૃષ્ટ પ્રદેશ સત્કર્મ સ્વામિત્વ અને જઘન્ય પ્રદેશ સત્કર્મ સ્વામિત્વ. તેમાં પહેલા ઉત્કૃષ્ટ પ્રદેશ સત્કર્મ સ્વામિત્વ એટલે કે ઉત્કૃષ્ટ પ્રદેશની સત્તાને સ્વામિ કોણ છે તે કહે છે–
संपुन्नगुणियकम्मो पएसउक्कस्ससंतसामीओ। तस्सेव सत्तमीनिग्गयस्स काणं विसेसोवि ॥१५६।। सम्पूर्णगुणितका उत्कृष्टप्रदेशसत्स्वामी । तस्यैव सप्तमीनिर्गतस्य कासां विशेषोऽपि ॥१५६॥
અર્થ–સંપૂર્ણ ગુણિતકમશ આત્મા પ્રાયઃ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિં છે. તથા સાતમી નરકમૃથ્વીમાંથી નીકળેલા તેને જ કેટલીક પ્રવૃતિઓના સંબંધમાં વિશેષ પણ છે.
ટીકા–સાતમી નરકમૃથ્વીને પિતાના આયુના ચરમસમયે વર્તમાન સંપૂર્ણ -ગુણિતકમ નારકી પ્રાય સઘળી કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ સમજવું. માત્ર સાતમી નરકમૃથ્વીમાંથી નીકળેલા તે જ ગુણિતકમશ આત્માને કેટલીએક પ્રકૃતિએના સંબંધમાં વિશેષ પણ છે. હવે પછી જે વિશેષ છે તે હું કહીશ. ૧૫