________________
પંચસહપાંચમું દ્વાર ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીયકર્મના છેલ્લા સ્થાનકને જ્યારે વેરે છે ત્યારે તે સમયે તેની અંદર અન્ય કેઈ સ્થાનકનું દલિક મળતું નથી. |
અહિં પાંચ નિદ્રામાં તેજે કે શરીરપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી કેવળ ઉદય હોય છે છતાં સત્તામાં ઘણી સ્થિતિ હોવાથી અપવર્તના વડે ઉપરના સ્થાનકના દલિકે મળી શકે છે અને તેને પણ ઉદય થાય છે. શુદ્ધ એક સ્થિતિને ઉદય હેતે નથી. માટે તેનું વજન કર્યું છે.
શેષ પ્રકૃતિએની ઉદય અને ઉદીરણા સાથે જ શરૂ થાય છે અને સાથે જ બંધ થાય છે. તેથી તે પ્રકૃતિઓની જે જઘન્ય સ્થિત્યુદીરણા તે જ જઘન્ય સ્થિત્યુદય સમનજ, માત્ર ઉદયપ્રાપ્ત એક સ્થાનક વધારે લેવું.
તેમ જ સાદિ વિગેરેની પ્રરૂપણા આદિ જે અહિં નથી કહેવામાં આવ્યું તે સઘળું સ્થિતિ ઉદીરણામાં જેમ કહ્યું છે તેમ અહિં પણ સમજવું. ૧૦૩
આ રીતે સ્થિતિ ઉદયનું સ્વરૂપ કહ્યું. હવે અનુભાગોદયનું સ્વરૂપ કહે છે अणुभागुदओवि उदोरणाएँ तुल्लो जहन्नयं नवरं । आवलिगते सम्मत्तवेयखोणंतलोभाणं ॥१०॥ अनुभागोदयोऽप्युदीरणायास्तुल्यः जघन्यं नवरम् । आवलिकान्ते सम्यक्त्ववेदक्षीणान्तलोभानाम् ॥१०॥
અર્થ—અનુભાગને ઉદય પણ તેની ઉદીરણા તુલ્ય સમજ. માત્ર સમ્યક્ત્વમાહનીય, ત્રણ વેદ, ક્ષીણમેહ ગુણસ્થાનકે જેનો અ ત થાય છે તે પ્રકૃતિએ અને સંજ્વલનલભના જઘન્ય રસને ઉદય તે તે પ્રકૃતિની છેલી આલિકાના ચરમસમયે જાણો.
કાનુડઅનુભાગના ઉદયનું સ્વરૂપ અનુભાગની ઉદીરણાની જેમ સમજવું. એટલે કે જે રીતે જઘન્ય ઉત્કૃષ્ટ રસની ઉદીરણ ઉદીરણાકરણમાં વિસ્તારપૂર્વક કહેશે તે રીતે અહિં જઘન્ય ઉત્કૃષ્ટ રસને ઉદય પણ કહે.
શ ઉદીરણાકરણમાં કહ્યું છે તે પ્રમાણે સઘળું અહિં કહેવું કે તેમાં કંઈ વિશેષ છે? તે કહે છે કે આટલો વિશેષ છે. તે આ પ્રમાણે
સમ્યકત્વમોહનીય, ત્રણ વેદ, ક્ષીણમાહગુણસ્થાનકે જેનો ઉદય વિચ્છેદ થાય તે જ્ઞાનાવરણય પાંચ, દર્શનાવરણય ચાર અને અંતરાય પાંચ એ એ ચૌદ પ્રકૃતિએ
૧ નિદાને ઉદય જેઓ બારમા ગુરુસ્થાનક સુધી માને છે તેમના મતે બારમાના દિચરમસમયે નિદ્રા અને પ્રચવાના છેલ્લા સ્થાનકને અનુભવતા તેને જન્ય સ્થિત્યુદય સંભવે છે.