________________
૩૪
પંચસગ્રહ-પ્રથમદ્વાર
અજ્ઞાન અને આદિના ત્રણ દર્શન એ છ ઉપગે હોય છે, કેવળજ્ઞાન અને કેવળદર્શનમાગણમાં એજ બે ઉપગ હોય છે, ચક્ષુ અચકું અને અવધિદર્શન એ ત્રણ માર્ગણામાં કેવળદ્ધિકહીન શેષ દશ ઉપયોગો હોય છે, અને અહારિમાગણામાં મન પર્વવજ્ઞાન અને ચક્ષુદર્શન સિવાયના દશ ઉપગ હોય છે. અણહારિપણું વિગ્રહગતિમાં તથા કેવળિસમુદઘાતમાં ત્રીજે ચેાથે અને પાચમે સમયે હોય છે. તેમાં વિગ્રહગતિમાં ત્રણ અજ્ઞાન આદિના ત્રણ જ્ઞાન અચક્ષુદર્શન અને અવધિદર્શન એ આઠ ઉપગે સંભવે છે, કેવળિસમુદઘાતમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઘટે છે. આ પ્રમાણે માણામાં ઉપગે કહ્યા.
આ પ્રમાણે માર્ગણામાં વેગ અને ઉપગેને વિચાર કર્યો, હવે ગુણસ્થાનમાં વિચાર કરવું જોઈએ. તેમાં પણ પહેલા ગુણસ્થાનકનું સ્વરૂપ કહી તેની અંદર પેગ ઉપગની ઘટના કરવી જોઈએ. તેથી ગુણસ્થાનકનું સવિસ્તાર સવરૂપ કહે છે. તેમાં ગુણસ્થાનકે આ પ્રમાણે છે-૧ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક, ૨ સાસ્વાદન સમ્યગૃષ્ટિ ગુણસ્થાનક, ૩ સમ્યમિશ્યાદષ્ટિ ગુણસ્થાનક, ૪ અવિરતિસમ્યગણ ગુણસ્થાનક, ૫ દેશવિરતિ ગુણસ્થાનક, ૬ પ્રમત્તસંયત ગુણસ્થાનક, ૭ અબમત્તસંવત ગુણસ્થાનક, ૮ અપૂર્વકરણ ગુણસ્થાનક, ૯ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક. ૧૦ સૂક્ષમાંપરાય ગુણસ્થાનક, ૧૧ ઉપશાંતકષાય વીતરાગ છવાસ્થ ગુણસ્થાનક, ૧૨ ક્ષીણકષાય વીતરાગછવાસ્થ ગુણસ્થાનક, ૧૩ સાગકેવલિ ગુણસ્થાનક અને ૧૪ અગી કેવલિ ગુણસ્થાનક તેમાં ગુણસ્થાનને સામાન્ય અર્થ આ પ્રમાણે છે-જ્ઞાન દર્શન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક ગુણે છે. તે ગુણે આવારક કર્મોથી દબાયેલા છે. તે કર્મોના વત્તા કે ઓછા અંશે દૂર થવાથી પ્રગટ થયેલા જ્ઞાનાદિગુણેના સ્થાન-ભેદ-સ્વરૂપ વિશેષને ગુણસ્થાન કહે છે. પહેલે ગુણઠાણે આવા કર્મો વધારે પ્રમાણમાં લેવાથી અશુદ્ધિ વિશેષ હોય છે, ત્યારે જ્ઞાનાદિ ગુણે અહ૫પ્રમાણમાં પ્રગટ થયેલા હોય છે, અને ઉપર ઉપરના ગુણસ્થાનકે પૂર્વ પૂર્વ ગુણસ્થાનકની અપેક્ષાએ શુદ્ધિ વધારે વધારે હોવાથી જ્ઞાનાદિ ગુણે વધારે પ્રમાણમાં પ્રગટ થયેલા હોય છે. આ પ્રમાણે પ્રગટ થયેલા ગુણના સવરૂપની વિશેષતાને ગુણસ્થાન કહેવામાં આવે છે. જો કે આ પ્રમાણે જ્ઞાનાદિ ગુણેના સ્વરૂપની વિશેષતા અસખ્ય પ્રકારની હોય છે તેથી ગુણસ્થાને પણ અસંખ્ય થાય છે, છતાં તે વિશેષતાઓ સામાન્ય મનુષ્યના ખ્યાલમાં ન આવે તેથી ખાસ વિશેષતા બતાવવા અસંખ્ય અસંખ્ય જ્ઞાનાદિ ગુણેના કવરૂપ વિશેષને એક એકમાં સમાવી સ્થલદષ્ટિથી ચૌદ ગુણસથાનકજ કહેવામાં આવ્યા છે, આ પ્રમાણે ગુણસ્થાનકને સામાન્ય અર્થ કહી હવે પ્રત્યેક ગુણસ્થાનકનું સ્વરૂપ કહે છે.
• ૧ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક-જીવ અને અજીવ આદિ તની મિથ્યા-વિપરીત છે દષ્ટિશ્રદ્ધા જેને તે આત્મા મિાદષ્ટિ કહેવાય છે કે પુરૂષ ધારે ખાધ હોય તેને જેમ ધળામાં પીળાની પ્રતીતિ થાય છે, તેમ મિથ્યાત્વમેહનીયના ઉદયથી આત્માને જીવ અને અજવના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ થતી નથી તે આત્મા મિથ્યાણિ કહેવાય છે. તેના જ્ઞાનાદિગુણેના સ્વરૂપ, વિશેષને મિથ્યાષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. અહિ ઉપરના ગુણસ્થા