________________
૬૨૩
પંચસંગ્રહ-પચમું દ્વાર
ધ્યમ અને ઉત્કૃષ્ટ એ દરેક સ્થિતિ પણ અસંખ્ય સમય પ્રમાણ છે. તેમાં જઘન્ય સ્થિતિ સમય સમય પ્રમાણ ઓછી થવાથી પ્રતિ સમયે અન્યથા ભાવને-ભિન્ન ભિન્ન પ્રકારને-ભેદને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિઓ પણ સમય સમય માત્રા ઓછી થવા વડે ભિન્નતાને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે તે જઘન્યાદિ સ્થિતિએમાં અસંખ્ય વિશેષ રહેલા છે કે જે વિશેના કારણે પણ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયે છે. ૫૮
આ પ્રમાણે અધ્યવસાયસ્થાન આશ્રયી વિચાર કર્યો. હવે સાદિ અનાદિને વિચાર છે. તે બે પ્રકારે છે ૧ મૂળ પ્રકૃતિ વિષયક, ૨ ઉત્તર પ્રકૃતિ વિષયક તેમાં પહેલા ળ પ્રકૃતિવિષયક સાદિ અનાદિને વિચાર કરવા ઇરછતા આ ગાથા કહે છે–
सत्तण्हं अजहन्नो चउहा ठिइबंधु मूलपगईणं । सेसा उ साइअधुवा चत्तारि वि आजए एवं ॥५९॥ सप्तानामजघन्यश्चतुर्दा स्थितिबन्धो मूलप्रकृतीनाम् ।। शेषास्तु साधवाश्चत्वारोप्यायुष्येवम् ॥१९॥
અર્થ–મૂળ સાત કર્મને અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે છે અને શેષ બંધ સાદિ સાંત છે તથા આયુના ચારે બધે સાદિ સાંત છે.
ટીકાનુ—આયુવર્જિત સાતે મૂળકર્મને અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે છે. સાદિ, અનાદિ, ધવ અને અપ્રુવ. તે આ પ્રમાણે –
મેહનીય વિના છ મૂળકર્મને જધન્ય સ્થિતિબધ ક્ષપકશ્રેણિમાં સૂક્ષમ સપરાય ગુણસ્થાનકના ચરમસમયે થાય છે. તે જઘન્યબંધ ચરમ સમયે માત્ર એક સમય સુધી જ
ક્ષેત્રમાં, એક જ કાળમાં કે એક જ પ્રકારના સરખા સંગમાં અનુભવતા નથી, પરંતુ ભિન્ન ભિન્ન ક્ષેત્રફળાદિ અને ભિન્ન ભિન્ન સંથાગમાં અનુભવે છે. આનું કારણ ભિન્ન ભિન્ન ક્ષેત્ર, કાળ અને અનુભાગાદિ વડે થયેલી અધ્યવસાયની વિચિત્રતા છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન ક્ષેત્ર, કાળ આદિ અસંખ્ય કાર ભિન્ન ભિન્ન અથવસાય થવામાં કારણ છે ક્ષેત્રાદિ અસંખ્ય હેવાથી અધ્યવસાયે પણ અસંખ્ય છે. આ અસખ્ય અધ્યવસાયે વડે એક સરખી જ સ્થિતિ બંધાયા છતાં એક સરખા સંચાગામાં અનુભવાતી નથી. કોઈપણ એક સ્થિતિ બંધનું એક અધ્યવસાયરૂપ એક જ કારણ હોય તો તે થતિને એક જીવ જે સામગ્રી પામી અનુભવે તે જ સામગ્રી પામી તે સ્થિતિને બાંધનાર સઘળા છાએ નસવવી જેણએ, પરંતુ તેમ થતું નથી. એક સરખી સ્થિતિ બાધનાર અનેક જેમાંથી એક છવા તે સ્થિતિને અમુક ક્ષેત્ર કે અમુક કાળમાં અનુભવે, બીજો જીવ તે જ સ્થિતિને બીજા ક્ષેત્ર કે કાળમાં અનભવે છે. આ કારણથી એક જ સ્થિતિ બંધ થવામાં અનેક અથવસાયારૂપ અનેક કારણો છે તે અનેક કાર વડે સ્થિતિબંધ એક સરખા જ થાય છે, માત્ર તેમાં બિન ભિન સગામાં અનુભવવારૂપ તેમજ અનેક કારણો વડે ફેરફાર થવારૂપ વિચિત્રતા રહેલી છે.