________________
૬૨૧
પંચસંગ્રહં–પાંચમું કોર
હવે જેમ સંકલેશસ્થાને દરેકના અસંખ્યાતગુણ કહા, તેમ વિશુદ્ધિસ્થાને પણ દરેકના અસંખ્યાતગુણ કહેવા. કારણ કે સંકિલ પરિણામવાળાના જે સંકલેશસ્થાને તે જ વિશુદ્ધ પરિણામવાળાના વિશુદ્ધિના સ્થાને સંભવે છે. આ સંબંધે વિસ્તારપૂર્વક આગળ ઉપર વિચારાશે. માટે પૂર્વે સંકલેશના સ્થાને જે ક્રમે અસંખ્યાતગુણ કહ્યા તે ક્રમે વિશુદ્ધિના સ્થાને પણ અસંખ્યાતગુણ કહેવા અને બંનેની સંખ્યા -સરખી જ કહેવી. પણ
હવે એક એક સ્થિતિસ્થાનના બંધમાં હેતુભૂત નાના જવાની અપેક્ષાએ કેટલા -અધ્યવસાયે હોય છે? એ પ્રશ્નના નિરૂપણ માટે કહે છે -
सव्वजहन्नावि ठिई असंखलोगप्पएसतुल्लेहिं । अज्झरसाएहिं भवे विसेसअहिएहि उवरुवरि ॥५७॥ सर्वजघन्याऽपि स्थितिरसंख्यलोकप्रदेशतुल्यैः । अध्यवसायैर्मवेत् विशेषाधिकैरुपर्युपरि ॥१७॥
અર્થ–સવ જઘન્ય સ્થિતિ પણ અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણે અધ્યવસાયે -વડે બંધાય છે અને ઉપર ઉપરના સ્થાનકે વિશેષાધિક વિશેષાધિક અધ્યવસાય વડે બંધાય છે.
ટીકાનુ—આયુવર્જિત સાતે કર્મની જે સર્વ જઘન્ય સ્થિતિ છે, તે પણ અનેક છ આશ્રયી અસંખ્યકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય વડે બંધાય છે. એટલે કે સવ જઘન્ય સ્થિતિબંધ થવામાં પણ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયે હેતુ છે. કોઈ જીવને કેઈ અધ્યવસાય વડે, કેઈ જીવને કેઈ અધ્યવસાય વડે તે તે જવન્ય સ્થિતિ બંધાય છે. સ્થિતિનું સ્થાન એક જ અને તેના બંધમાં હેતુભૂત અધ્યવસાયે અસંખ્ય છે. ત્રિકાળવર્તિ અનેક જીની અપેક્ષાએ તે એક જ જઘન્યસ્થિતિ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસા વડે બંધાતી કેવળજ્ઞાની મહારાજે જોઈ છે..
અહિં તીવ્ર અતિતીવ્ર મંદ અતિમ કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જે આત્મપરિણામ તે અધ્યવસાય કહેવાય છે. જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યત કષાયના અસંખ્ય સ્થાને
૧ અહિં સંક્લેશ અને વિશુદ્ધિ સાપેક્ષ છે. જે સંલેશના સ્થાને છે, તે જ વિશુદ્ધિના સંભવે છે. દાખલા તરીકે દશ સ્થાન છે, વિશુહિમાં પહેલેથી બીજું, બીજાથી ત્રીજું એમ ઉત્તરોત્તર ચડીયાતું - છે, તેમ દશમાંથી નવમું, નવમાંથી આઠમું એમ પાનુપૂવિએ પડતું ૫ડતું છે. ચડતા વિધિનું જે
સ્થાન તે જ ઉતરતા અવિશુદ્ધિનું સંભવે છે. જેમ કેાઈ એ છત્ર એથે સ્થાનકે છે. તેમાં એક ચેથાથી પાંચમે જનાર છે, એક ચોથાથી ત્રીજે જનાર છે, જે કે અત્યારે તો બને જીવ એક સ્થાનક પર છે, છતા ચડનારની અપેક્ષાએ શુદ્ધ અને તેજ પડનારની અપેક્ષાએ અશુદ્ધ છે. એમ સંકલેશ અને વિશુદ્ધિ સાપેક્ષ છે, તેથી જ જેટલા સંક્લેશના તેટલા જ વિશુદિના સ્થાને થાય છે.