________________
૨૨૦
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
સૂક્ષમ અપર્યાપ્તના સંકલેશસ્થાને સર્વથા અલ્પ છે, તેનાથી અપર્યાપ્ત બાદરના અસંખ્યાતગુણ છે, તેનાથી પર્યાપ્તસૂમના અસંખ્યાતગુણ છે, તેનાથી પર્યાપ્ત બાદરના અસંખ્યાતગુણ છે, તેનાથી અપર્યાપ્ત બેઈન્દ્રિયના અસંખ્યાતગુણ છે, એ પ્રમાણે પર્યાપ્ત ઈન્દ્રિય, અપર્યાપ્ત પર્યાપ્ત ઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંક્ષિપચેન્દ્રિય અને સંપત્તિપંચેન્દ્રિયનાં ઉત્તરોત્તર અસંખ્યાત અસંખ્યાતગુણ કહેવા.
અપર્યાપ્તસૂકમ એકેન્દ્રિયાદિ સઘળા છવભેદમાં ઉત્તરોત્તર સંકલેશના સ્થાનકે અસંખ્યાતગુણ છે એમ કઈ યુક્તિથી જાણી શકાય?
ઉત્તર–અપર્યાપ્ત સૂકમ એકેન્દ્રિયને જઘન્ય સ્થિતિબંધ કરતાં જે સંકલેશના સ્થાનકો છે તેનાથી સમયાધિક જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક અંકલેશના સ્થાને હોય છે, તેનાથી પણ બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે, એ પ્રમાણે પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી ઉત્તરોત્તર સ્થિતિબંધમાં અધિક કલેશના સ્થાને ત્યાં સુધી કહેવા કે તે અપર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. એટલે કે અપર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પર્વત કહેવાં.
અહિં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા કુલ જે સંકલેશના સ્થાનકે છે તે જઘન્ય સ્થિતિ બંધ કરતા જે સંકલેશસ્થાનકે હોય છે તેની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. હવે જ્યારે અપર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિયના પિતાના જ જઘન્ય સ્થિતિબંધ ચોગ્ય સકલેશ સ્થાનેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચોગ્ય સંકલેશસ્થાને અસંખ્યાતગુણા છે ત્યારે તેનાથી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયના સંકલેશસ્થાને તે બહુ જ સહેલાઈથી અસંખ્યાતગુણ ઘટી શકે છે. તે આ પ્રમાણે
અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયના સ્થિતિસ્થાનની અપેક્ષાએ અપર્યાપ્ત બાદરના સ્થિતિસ્થાને સંધ્યાતગુણા છે એ પહેલાં જ કહ્યું અને સ્થિતિસ્થાનની વૃદ્ધિએ સંકલેશસ્થાનની વૃદ્ધિ થાય એ પણ કહ્યું છે. તેથી જ્યારે અપર્યાપ્ત સૂકમના અતિ અલ્પ સ્થિતિસ્થાનમાં પણ જઘન્ય સ્થિતિસ્થાન સંબંધી સંકલેશસ્થાનની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના સંકલેશસ્થાને અસંખ્યાતગુણ થાય તે સૂકમ અપર્યાપ્ત એકેન્દ્રિયથી સંખ્યાતગુણા અધિક ભાદર અપર્યાપ્ત એકેન્દ્રિયના સ્થિતિસ્થાનમાં અસંખ્યાતગુણા સકલેશસ્થાને બહુ સારી રીતે થાય જ આ જ યુક્તિથી ઉત્તરોત્તર પણ અસંખ્યાતગુણપણું વિચારી લેવું.
૧ અહિં કદાચ એમ શંકા થાય કે-જ્યારે સંખ્યાતગુણ સ્થિતિના સ્થાને છે ત્યારે સંકલેશના રથાને સંખ્યાતગુણ કેમ ન થાય? અસંખ્યાતગુણ કેમ થાય? એના ઉત્તરમાં એમ સમજવું કે અમુક અમુક સ્થાને ઓળંગી જે દિગુણવૃદ્ધિ થાય છે તે એવી રીતે થાય છે કે અસંખ્યાતગુણ જ થાય.. કારણ કે પૂર્વ પૂર્વવૃદિથી ઉત્તરોત્તરહિ બમણું થાય છે તે વૃદ્ધિ ટલા સ્થાનમાં એટલી બધી વાર થાય છે કે ઉપરોક્ત હકીકત બરાબર સંગત થાય છે.