________________
૫૧૧
પંચસગ્રહ-ચતુર્થદ્વાર–પ્રશ્નોત્તરી,
ઉ૦
જણાવ્યું તો સ્ત્રીઓ કરતાં પણ નપુસકે વધારે મલિન સ્વભાવવાળા હોવાથી તેઓને ચૌદ પૂર્વ અધ્યયન અને તેથી પ્રાપ્ત થતી આહારક લબ્ધિ શી રીતે હોઈ શકે? શાસોમાં નપુંસકે બે પ્રકારના કહ્યા છે, જન્મ નપુંસક અને કૃત્રિમ નપુંસકે, તેમાં જેઓ જન્મથી નપુંસક હોય છે તેઓ અત્યંત મલિન વિચારવાળા અને તીવ્ર વેદયવાળા હોવાથી ચારિત્ર પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ પાછળથી ઔષધાદિના પ્રયોગથી થયેલ છ પ્રકારના કૃત્રિમ નપુંસક મંદદેદયવાળા હોવાથી અત્યંત મલિન વિચારવાળા દેતા નથી તેથી તેઓને ચૌદ
પૂર્વજું અધ્યયન અને આહારક લબ્ધિ ઘટી શકે છે. પ્રવર સર્વધર્મો સમાન માનનારે મધ્યસ્થ કેમ ન કહેવાય?, .
માત્ર રાગ-દ્વેષ ન કરે અને સર્વ ધર્મોને સમાન માને તેટલા માત્રથી જ કેહને મધ્યસ્થ ન કહેવાય. પરંતુ સત્યને સત્ય સ્વરૂપે અને અસત્યને અસત્યસ્વરૂપે જાણવા છતાં જે રાગ-દ્વેષ ન કરે તેને જ મધ્યસ્થ કહેવાય, અન્યથા નીતિ અનીતિને સમાન માનનારને વિવેકશૂન્ય હોવા છતાં ય મધ્યસ્થ કહેવાને
પ્રસંગ આવે. પ્ર. ૨૧ પ્રથમ ગુણસ્થાને એક જીવને એકી સાથે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બંધહેતુ
અને તેના ભાંગા કેટલા કેટલા હોય? ઉ૦ પ્રથમ ગુણસ્થાને જઘન્યથી દશ બંધહેતું હોય અને તેના ભાંગી છત્રીસ હજાર
થાય, ઉત્કૃષ્ટથી અઢાર બંધહેતુ અને તેના ભાગા સાત હજાર ને આઠસો થાય છે. પ્ર. ૨૨ મોહનીયમની કઈ પ્રકૃતિના ઉદયથી સત્કાર પરિષહ પ્રાપ્ત થાય? ઉ૦ લેભ મોહનીયના ઉદયથી સત્કાર પરિષહ પ્રાપ્ત થાય છે. પ્ર. ૨૩ કયા કયા ગુણસ્થાનકે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક જ પ્રકારના એટલે કે
ભેદ ન પડે તેવા હેતુઓ હોય?
ઉના દશમાથી તેરમાં ગુણસ્થાનક સુધી જઘન્યથી અને ઉત્કૃષથી એક જ પ્રકારના
બહેતુ હોય છે. ત્યાં દશમે છે અને શેષ ત્રણ ગુણસ્થાને એક જ બંધહેતુ
હોય છે. : ૨૪ કંઈક ન્યૂન ત્રણહેતુ પ્રત્યયિક બંધ કયા ગુણસ્થાને હોય અને તે કઈ રીતે? , ઉ કઈક ન્યૂન ત્રણ હેતુ પ્રત્યચિક બંધ દેશવિરતિ ગુણસ્થાને હોય છે. ત્યાં બાર
પ્રકારની અવિરતિમાંથી ત્રસકાયની અવિરતિનું જ પચ્ચક્ખાણ હોવાથી કંઈક ચૂત ત્રણ હતુ કહેલ છે.