________________
૪૮૨
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસગ્રહ
પૂર્વે જણાવ્યા મુજબ પચીશ પ્રકારે કષાય તથા પંદર પ્રકારે ગ છે.
આ પ્રમાણે આ ચારે સામાન્ય બંધહેતુઓના કુલ સત્તાવન પટાદે એટલે કે ઉત્તરખધહેતુઓ છે.
મિથ્યાત્વ ગુણસ્થાનકે ચારે બંધહેતુઓથી, સાસ્વાદન, મિશ્ર તથા અવિરંતિ સમ્યગ્દષ્ટિ રૂપ ત્રણ ગુણસ્થાનકે મિથ્યાત્વના ઉદયને અભાવ હોવાથી અવિરતિ આદિ ત્રણ બંધહેતુઓથી અને દેશવિરતિ ગુણસ્થાનકે ત્રસકાયની વિરતિ હોવાથી કઈક ન્યૂન ત્રણ હેતુથી કમબંધ થાય છે.
દેશવિરતને ત્રસકાયની સર્વથા વિરતિ હતી નથી, છતાં દયાના પરિણામ પૂર્વક જયણા હેવાથી અપેક્ષાએ ત્રસકાયની વિરતિ કહી શકાય છે.
પ્રમત્તથી સૂકમસં૫રાય ગુણસ્થાનક સુધી કષાય અને યોગ એ ઐ બહેતુઓથી તથા ઉપશાંતમૂહ આદિ ત્રણ ગુણસ્થાનકૅમાં માત્ર રોગ હેતુથી કર્મબંધ થાય છે,
ગુણસ્થાનકમાં સત્તામાત્રથી સંભવતા ઉત્તર બંધહેતુઓ આ પ્રમાણે છે. "
મિથ્યાત્વ ગુણસ્થાનકે આહારદ્ધિક વિના પંચાવન, સાસ્વાદન ગુણસ્થાનકે પાંચ મિથ્યાત્વ વિના પચાસ અને મિશ્ર ગુણસ્થાનકે મરણને સંભવ ન હોવાથી વિગ્રહગતિ તથા અપર્યાપ્ત અવસ્થામાં જ સંભવતા કાર્મણ, ઔદારિકમિશ્ર તથા વૈક્રિયમિશ્રએ ત્રણ તથા અનંતાનુબંધિને ઉદય બે જ ગુણસ્થાનક સુધી હવાથી ચાર અનંતાનુબંધી એમ સાત વિના તેતાલીસ ઉત્તર બંધહેતુઓ હોય છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક વિગ્રહગતિ અને અપર્યાપ્તાવસ્થામાં પણું સંભવતું હોવાથી તે વખતે સંભવતા કામણ, ઔદારિકમિશ્ન તથા વૈક્રિયમિશ્ર સહિત પૂર્વે જણાવેલ તેતાલીસ એમ કુલ છેતાલીસ બહેતુઓ આ ગુણસ્થાનકે હોય છે. •
દેશવિરતિ ગુણસ્થાનકે વિગ્રહગતિ તથા અપર્યાપ્તાવસ્થાને સંભવ ન હોવાથી કામણ, ઔદારિકમિશ, ત્રસકાયની અવિરતિ તેમજ ઉદયને અભાવ હોવાથી ચાર અપ્રત્યાથાનીય કષાય એમ સાત વિના ઓગણચાલીશ, અહિં વૈક્રિયદ્ધિક વૈક્રિયલશ્વિના ઉપગ સમયે હાય.
પ્રમને ત્રીજા કષાયને તથા અવિરતિને સર્વથા અભાવ હોવાથી ત્રસકાય વિનાની અગિયાર અવિરતિ અને પ્રત્યાખ્યાનીય કષાય એ પંદર બાદ કરતાં અને આહારકકિને સંભવ હોવાથી તે ઉમેરતાં છવીશ, અપ્રમત્તે લબ્ધિ ફરવતા ન હોવાથી વૈકિ. ચમિશ્ર તથા આહારકમિશ્ર વિના શેષ ચોવીશ અને અપૂર્વકરણ ગુણસ્થાનકે વૈક્રિય તથા આહારક કાયયોગ વિના શેષ બાવીશ બંધહેતુઓ હોય છે.. . ,
અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે હાસ્યષટ્ટના ઉદયનો અભાવ હોવાથી તે છ વિના