________________
૪૮૧ પંચસગ્રહ-ચતુર્થ દ્વાર
આ પહેલેથી આરંભી આવશે પરિષહ રાગિઓને પહેલા ગુણસ્થાનકથી આરંભી નવમા ગુણસ્થાનક સુધીના સઘળા ને હોય છે. એક વખતે એક જીવને વશ પરિષહ થાય છે. કારણ કે શીત અને ઉણુ તથા નિષદ્યા અને ચર્ચા એ પરસ્પર વિરૂદ્ધ હોવાથી એક સાથે હોતા નથી. આ પ્રમાણે બંધહેતુ નામનું દ્વાર સમાપ્ત થયુ.
કે શુ બહેતદ્વાર સમાપ્ત ?
wwwwww પંચસંગ્રહ-ચતુર્થદ્વાર સાર સંગ્રહ કામણ વગણાનાં પુગલેને પાણી અને દૂધની જેમ આત્મપ્રદેશે સાથે એકાકાર સંબંધ થ તે બંધ. તેના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચોગ એ ચાર સામાન્ય હેતુએ છે.
(૧) અભિગૃહીત, (૨) અનભિગ્રહીત, (૩) આભિનિવેશિક, (૪) સાંશયિક અને (૫) અનાભોગ એ પાંચ પ્રકારે મિથ્યાત્વ છે.
(૧) જૈનદર્શન સિવાયના દર્શનેમાંથી પિતે સ્વીકારેલ બૌદ્ધ આદિ કોઈપણ એક દર્શનને સત્ય માનવું તે અભિગૃહીત.
(૨) સર્વદર્શને સત્ય માનવા તે અનભિગ્રહીત મિથ્યાત્વ. આ મિથ્યાત્વમાં આંશિક મધ્યસ્થતા હોય છે.
(૩) જિનેશ્વર ભગવંતના વચનથી વિપરીત છે એમ સમજવા છતાં દિગંબર કે ગોછામાહિલની જેમ કરાગ્રહથી પિતે પ્રરૂપણા કરેલ કે સ્વીકાર કરેલ કથનને જ વળગી રહેવું તે આભિનિવેશિક મિથ્યાત્વ.
() ભગવતે કહેલ અતીન્દ્રિય પદાર્થોમાંથી અમુક પદાર્થો છે કે કેમ? એ સંશય છે તે સાંશયિક મિથ્યાત્વ.
(૫) વિશિષ્ટ મનશક્તિના અભાવે સત્યાસત્યને વિચાર જ ન આવે તે અનાભાગ મિથ્યાત્વ.
એકેન્દ્રિયાદિકને આ મિથ્યાત્વ હોય છે પરંતુ પણ ટીકાકારે સંસિ-પર્યાપ્ત સિવાયના સર્વ ને અનભિગ્રહીત મિથ્યાત્વ કહેલ છે. અને આગમ અભ્યાસ ન કરવે--અજ્ઞાન જ સારું છે એમ માનવું તેને અનાગ મિથ્યાત્વ કહેલ છે.
અભને અનભિગ્રહીત અને અનાગ આ બેમાંથી જ કોઈ પણ એક મિથ્યાત્વ હેય છે એ પ્રમાણે ઉપાય શ્રી યશોવિજયજી મ. સાહેબ શ્રી ધર્મપરીક્ષા ગ્રંથમાં | આચારાંગસૂત્રની ટીકાને પાઠ આપી જણાવેલ છે.
પૃથ્વી આદિ છ કાચને વધુ અને મન તથા શ્રોત્ર વગેરે પાંચ ઈન્દ્રિયેનો અસં. યમ એમ બાર પ્રકારે અવિરતિ છે.