________________
૪૫૫
પંચસંગ્રહે-ચતુર્થદ્વાર
આ પ્રમાણે ગુણસ્થાનકમાં યુગપતું કાળભાવિ બંધહેતુઓ અને તેના ભાંગાની સંખ્યા કહી. હવે જીવસ્થાનકોમાં યુગપત્કાળભાવિ બંધહેતુની સંખ્યાનું પ્રતિપાદન કરવા કહે છે—
सोलसद्वारस हेऊ जहन्न उक्कोसया असन्नीणं । चोदसटारसऽपज्जस्स सन्निणो सन्निगुणगहियो ॥ १५ ॥ षोडशाष्टादश हेतू जघन्योत्कृष्टकावसंज्ञिनाम् । चतुर्दशाष्टादशापर्याप्तकस्य संज्ञिनः संज्ञी गुणगृहीतः ॥ १५ ॥
અર્થ-અશિના બારે ભેમાં જઘન્ય સેળ અને ઉત્કૃષ્ટ અઢાર બંધહેતું હોય છે. અપર્યાપ્ત સંશિમાં જઘન્ય ચૌદ અને ઉત્કૃષ્ટ અઢાર હોય છે અને સંપત્તિને ગુણસ્થાનકના ગ્રહણથી જ ગ્રહણ કર્યો છે.
ટીકાનુ–સંસિ પચેન્દ્રિય પર્યાપ્ત-અપપ્ત સિવાય શેષ બારે જીવસ્થાનકમાં દરેકમાં જઘન્યપદે સાળ બંધહેતુઓ અને ઉત્કૃષ્ટપદે અઢાર અધતુઓ હોય છે. આ હેતુઓ મિથ્યાદિ ગુણસ્થાનક આશ્રયીને જ કહ્યા છે એમ સમજવું. સાસ્વાદન સમ્યદૈષ્ટિ ગુણસ્થાનકે તે બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયને જઘન્યપદે પંદર બંધહેતુઓ હોય છે. તથા સંપિચેન્દ્રિય અપર્યાપ્તાને જઘન્યપદે ચૌદ અને ઉત્કૃષ્ટપદે અઢાર બંધહેતુઓ હોય છે અને જે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત છે તે તે ગુણસ્થાનકના ગ્રહણ વડે જ ગ્રહણ કર્યો છે. કારણ કે પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિયમાં જ ચૌદ ગુણસ્થાનકને સંભવ છે તેથી ચૌદ ગુણસ્થાનકના ભાંગા કહેવા વડે પર્યાપ્ત સંસિ પંચેન્દ્રિયમાં જ કહ્યા છે એમ સમજવું. માટે તેની અંદર અહિં ફરીથી ભાંગા કહેવામાં નહિ આવે. ૧૫. - હવે પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય વજીને, શેષ તેર જીવસ્થામાં મિથ્યાવાદિના અવાંતર શેમાંથી જે જે ભેદો સંભવે છે, તેને વિશેષથી નિર્ણય કરવા ઈચ્છતા આ ગાથા કહે છે –
मिच्छन्तं एग चिय छक्कायवहो ति जोग सन्निम्मि । इंदियसंखा सुगमा असन्निविगलेसु दो जोगा ॥ १६ ॥ मिथ्यात्वमेकमेव पट्कायवधः यो योगाः संशिनि । इन्द्रियसंख्या सुगमा असंज्ञिविकलेषु द्वौ यौगौ ॥ १६ ॥
અર્થ–પર્યાપ્ત સંસિ વિના તેરે છવદમાં મિથ્યાત્વ એક જ હોય છે. વધ છએ કાયને હચ છે, અપર્યાપ્ત સંગ્નિમાં એગ ત્રણ હોય છે, ઇન્દ્રિયની સંખ્યા સુગમ છે અને અસપિ તથા વિકલેન્દ્રિયમાં પેગ બળે હોય છે.