________________
ટીકાનુવાદ સહિત ,
૨૫૩ સ્થાનક રસવાળી એકથાનકાદિ રસના ભેદનું સ્વરૂપ તથા કઈ પ્રકૃતિએને કેટલે કે રસ બંધાય છે તે પહેલા કહેવાઈ ગયું છે.
અહિં શંકા કરે છે કે વિપાકને આશ્રયી પ્રકૃતિએ બે પ્રકારે છે એ હકીક્ત દ્વારગાથામાં તે કહી નથી તે પછી અહિં કેમ તેનું વર્ણન કરે છે? તેના ઉત્તરમાં કહે છે કે ઉપરક્ત શંકા અગ્ય છે. કારણ કે નથી કહી એ જ અસિદ્ધ છે એ જ અસિદ્ધપણું બતાવે છે—દ્વારગાથા ચૌદમીમાં પ્રકૃતિ શબ્દ પછી જે ચ શબ્દ કહ્યો છે તે વિક૯૫ અર્થવાળે છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે થાય છે–વિપાક આશ્રયી પ્રકૃતિએ ચાર પ્રકારે છે અથવા અન્યથા-અન્ય પ્રકારે પણ છે એ અન્ય પ્રકારે કહેવાથી જ હેતુ અને રસના ભેદે બે પ્રકારે છે એમ જાણવું ૪૮ હવે હેવિપાકપણાને આશ્રયી વિચાર કરતાં કહે છે.
जा जं समेच हे विवागउदयं उति पगईओ । ता तश्विवागसन्ना सेसभिहाणाई सुगमाई ॥४५॥ या यं समेत्य हेतु विपाकोदयमुपयान्ति प्रकृतयः । तास्तद्विपाकसंज्ञाः शेषाभिधानानि सुगमानि ॥४५||
અથ–જે પ્રકૃતિએ જે હેતુને પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય તે પ્રકૃતિઓ તે વિપાક સંજ્ઞાવાળી થાય છે. શેષ નામે તે સુગમ છે.
ટીકાનુ—જે સંસ્થાન, સંઘયણ નામકમદિ પ્રકૃતિએ પુદગલાહિરૂપ જે કારણને પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય છે. તે પ્રકૃતિએ તે વિપાક સંજ્ઞાવાળી એટલે કે પુગલવિપાક ભવવિપાક આદિ નામવાળી થાય છે જેમાં સંસ્થાન નામકમાદિ પ્રકૃતિઓ ઔદ્યારિકાદિ મુદગલને પ્રાપ્ત કરી વિશકેદયને પ્રાપ્ત થાય છે. માટે તે પ્રકૃતિએ પુદગલવિપાકિ કહેવાય છે. ચાર આનુર્વિએ વિગ્રહગતિરૂપ ક્ષેત્રને આશ્રયી ઉદયમાં આવે છે, માટે તે ક્ષેત્રવિપાકિ કહેવાય છે. ઈત્યાદિ.
શેષ ધ્રુવ સત્કર્મ અધ્રુવ સત્કર્મ ઉદ્વલના આદિના નામે તે સુગમ છે માટે તેને વિશેષ વિચાર કરતા નથી. તે દરેકના નામના વ્યે પહેલા આવી ગયા છે માત્ર ઉદ્દલના અર્થ આવ્યું નથી તેનું સ્વરૂપ પ્રદેશસક્રમના અધિકારમાં આવશે. ૪૫
આ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે પુગલવિકિપણાને આશ્રયી પરનું વક્તવ્ય જણાવી તેમાં દેશ આપે છે–
अरइरईणं उदओ किन्न भवे पोग्गलाणि संपप्प । अप्पुटेहिवि किन्नो एवं कोहाइयाणवि ||६||