________________
મકાનુવાદ સહિત
સંપૂર્ણપણે દબાવે તે જીવ અજીવ થઈ જાય, અને જડ અને ચેતન્ય વચ્ચેના ભેદને અભાવ ! થાય. જેમ અતિગાઢ વાળાના સમૂહવડે સૂર્ય_ચંદ્રના કરણેને સમૂહ દબાવા છતાં પણ ક સર્વથા તેને પ્રકાશ અવાઈ શકતા નથી જે સર્વથા અવરાઈ જાય તે પ્રતિપ્રાણિ પ્રસિદ્ધ દિવસ-રાત્રિના વિક્ષાગના અભાવને પ્રસંગ પ્રાપ્ત થાય કહ્યું છે કે ગાઢ મેઘને ઉદય થવા છતાં પણ ચંદ્ર સૂર્યને કઈક પ્રકાશ હોય છે, તેમ કેવળજ્ઞાનાવરણીય કર્મ સંપૂર્ણપણે કેવળજ્ઞાન અવરાવા છતાં પણ જે કઈ તત્સંબંધે મંદ તીવ્ર અતિતીવ્ર પ્રકાશરૂપ જ્ઞાનને એક દેશ ઉઘાડે રહે છે જેને મતિજ્ઞાનદિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, તે એક દેશને યથાયોગ્ય રીતે મતિ ચુત અવધિ અને મન પર્યાયજ્ઞાનાવરણીયકર્મ દબાવતું હોવાથી તે દેશદ્યાતિ કહેવાય છે.
એ પ્રમાણે કેવળદર્શનાવરણીય કર્મવડે સંપૂર્ણપણે કેવળદર્શન અવરાવા છતાં પણ તત્સસંધિ મદ અતિસંદ કે વિશિષ્ટદિરૂપ જે પ્રભા કે જેની ચહ્યુશનાદિ સંજ્ઞા છે, તે પ્રજાને ૧ ચાન્ય રીતે ચક્ષુ અચક્ષ અને અવધિદર્શનાવરણીય કર્મ દબાવે છે, તેથી તે પણ દર્શનના એક દેશને દબાવતા હોવાથી દેશઘાતિ કહેવાય છે.
જો કે નિદ્રા આદિ પાંચ પ્રકૃતિએ કેવળદર્શનાવરણવકે અનાવૃત કેવળદર્શન સંબંધી પ્રભારૂપ માત્ર દર્શનના એક દેશને જ ઘાત કરે છે, તે પણ દર્શનાવરણીય કર્મના ક્ષાપશમથી ઉત્પન્ન થયેલ દશનલબ્ધિને સંપૂર્ણપણે દબાવતી હેવાથી તેને સર્વધતિ કહી છે.
સંજવલન કષાય અને નેકષ આદિના બાર કષાયના પશમથી ઉત્પન્ન થયેલી ચારિત્રલબ્ધિને દેશથી દબાવે છે. કારણ કે તેઓ માત્ર અતિચાર ઉત્પન્ન કરે છે. જે કષા અનાચાર ઉત્પન્ન કરે એટલે કે જેઓને ઉદય સમ્યકત્વાદિ ગુણોને વિનાશ કરે તે સર્વઘાતિ કહેવાય, અને જે કષા માત્ર અતિચાર ઉત્પન્ન કરે તે દેશવાતિ કહેવાય છે. કહ્યું છે કેસઘળા અતિચાર સંજવલન કષાયના ઉદયથી ઉત્પન્ન થાય છે, અને આઘ બાર કવાયના ઉદયથી મૂળથી નાશ થાય છે, એટલે કે તે તે વતેથી પતિત થાય છે.” તેથી તે પણ દેશવાતિ છે.
ગ્રહણ ધારણ ૫ જે વસ્તુને જીવ આપી શકતું નથી, પ્રાપ્ત કરી શકતું નથી, કે ગોપગ કરી શકો નથી તે દાનાંતરાયાદિ કમને વિષય છે. અને તે ગ્રહણ ધારણ ચિગ્ય વસ્તુ જગતમાં રહેલ સર્વ ને અને તમે ભાગ માત્ર જ છે. તેથી તથારૂપ સર્વર
શ્વેને જે એક દેશ તદ્દવિષયક દાનાદિને વિઘાત કરતી હોવાથી દાનાંતરાયાદિ દેશઘાતી કમ છે. જેમ જ્ઞાનના એક દેશને દબાવતી હોવાથી મતિજ્ઞાનાવરણાદિ દેશઘાતિ છે તેમ સર્વદ્રવ્યના એક દેશ વિષયક દાનાદિને વિવાત કરતી હોવાથી દાનાંતરાયાદિ દેશઘાતિ છે.
ગાથામાં ગ્રહણ કરેલ “તું” શબ્દ એ અધિક અર્થને સુચવતે હેવાથી નામ, ગોત્ર, વેદ નીય અને આયુકમની અતર્ગત સઘળી પ્રકૃતિએ પિતાને હણવા લાયક કઈ ગુણ નહિ હોવાથી કઈ પણ ગુણને હણતી નથી. તેથી તે અઘાતિ છે. એમ સમજવું. ૧૮,