________________
૩ર૪.
પંચમહત્વતીયદ્વાર ઘાતિ પ્રકૃતિએની અંદરની મતિજ્ઞાનાવરણાદિ શેષ પચીસ પ્રકૃતિએ દેશઘાતિ છે. વેદનીય, નામ, ગોત્ર અને આયુની સઘળી પ્રકૃતિએ અઘાતિ છે.'
હવે ઉપરોક્ત પ્રકૃતિમાં સર્વઘાતિપણું શા હેતુથી છે? એ પ્રશ્નને અવકાશ જાણીને તેની પ્રરૂપણા માટે કહે છે–
सम्मत्तनाणदंसणचरिचघाइचणाउ घाईओ । तस्सेस देसघाइत्तणाउ पुण देसघाइओ ॥१०॥
सम्यक्त्वज्ञानदर्शनचास्त्रिघातित्वात् धातिन्यः ।
तच्छेपाः देशघातित्वात् पुनः देशघातिन्यः ॥१८॥ અર્થ-સમ્યફવ, જ્ઞાન, દર્શન, અને ચારિત્રને સર્વથા વાત કરતી હોવાથી કેવળજ્ઞાનાવરણીયાદિ વીશ પ્રકૃતિએ સર્વઘાતિ છે, અને શેષ પ્રકૃતિએ જ્ઞાનાદિગુણના દેશને ઘાત કરતી હોવાથી દેશઘાતિ છે.
ટીકાનુ–ઉક્ત સ્વરૂપવાળી કેવળજ્ઞાનાવરણયાદિ વીશ પ્રકૃતિએ યથાયોગ્ય રીતે પિતાનાથી જે ગુણને ઘાત થઇ શકે તે જ્ઞાન, દર્શન, સમ્યફલ અને ચારિત્ર ગુણને સંપૂર્ણપણે ઘાત કરે છે. તે આ પ્રમાણે
મિથ્યાત્વ અને અનતાનુબંધિ સમ્યકૂવને સર્વથા ઘાત કરે છે. કારણ કે તેને ત્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી કેઇ સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી. કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીય અનુક્રમે કેવળજ્ઞાન અને કેવળદર્શનને સંપૂર્ણપણે દબાવે છે, પાંચે નિદ્રા, દર્શનાવરણીયકર્મના પશમથી પ્રાપ્ત દર્શનલબ્ધિને સર્વથા દબાવે છે અપ્રત્યાખ્યાનાવર ણીય અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયે અનુક્રમે દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ચારિત્રને સર્વથા ઘાત કરે છે. આ પ્રમાણે આ સઘળી પ્રકૃતિએ સમ્યકતાદિ ગુણને સર્વથા ઘાત કરતી હોવાથી સવંઘાતિ કહેવાય છે.
ઉક્ત સવઘાતિ વીશ પ્રકૃતિએ સિવાયની ચાર ઘાતિકમની મતિજ્ઞાનાવરણીયાદિ પચીસ પ્રકૃતિએ જ્ઞાનાદિગુણના એક દેશને ઘાત કરતી હોવાથી દેશવાતિ કહેવાય છે. ઉપર જે કહ્યું તેનું તાત્પર્ય આ પ્રમાણે
અહિં છે કે કેવળજ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનસ્વરૂપ આત્મગુણને સંપૂર્ણપણે દબાવવાની પ્રવૃત્તિ કરે છે તે પણ જીવવભાવને સંપૂર્ણપણે દબાવવા તે સમર્થ થતું નથી. જે
૧ અહિં દેશદ્યાતિ આદિને બંધની અપેક્ષાએ વિચાર કર્યો છે, એટલે કુલ એક વીશ પ્રવૃતિઓ થાય છે. ઉદયની અપેક્ષાએ વિચારીએ તે સમ્યફાવ, મિશ્રમેહનીય સાથે ઘતિકમની સુડતાલીસ પ્રકૃતિઓ લેવી. તેમાં સમ્યફવ મેહનીય દેશધાતિમાં અને મિશ્રમેહનીને સાતિમાં સમાવેશ થાય છે. સરવાળે ઉદયની અપેક્ષાએ એકસે બાવીશ પ્રકૃતિએ થાય છે.