________________
૩૨
માસ્તર વલ્લભદાસ હાવાભાઈ છે કે જેમની નીચે રહી મેસાણા યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં તથા ભરૂચ નિવાસી શેઠ અનુપચંદભાઈ મલકચંદ પાસે કર્મથને અભ્યાસ કર્યો હતે જેને લીધે આ પુસ્તક હું તૈયાર કરી શકો છું. માટે તે બધાની કૃતજ્ઞતાપૂર્વક અહિં હું નોંધ લઉં છું. તે સિવાય કર્મ પ્રકૃતિને અભ્યાસ તે વિષયના ખાસ અભ્યાસી શ્રીમાન આચાર્ય વિજયદાનસૂરિજીના શિષ્ય શ્રીમાન આચાર્ય વિજયપ્રેમસૂરિજી પાસે તેમ જ પ્રસંગે ઉપસ્થિત થયેલી શંકાઓના ખુલાસા પણ તેમની પાસેથી મેળવ્યા હતા. માટે તેમના ઉપકારની નેધ લીધા વિના રહી શકતું નથી. તથા બીજાઓએ જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ સહાય આપી હોય તેમને પણ ઉપકાર માનું છું. તથા તૈયાર ફરમાએ વાચી આપવામાં ભાવનગર નિવાસી શેઠ કુંવરજીભાઈને તથા મારા વડીલબંધુ સમાન અને પ્રસંગે પ્રસગે અનેક પ્રકારની કિમતી સલાહ આપનાર પંડિત ભગવાનદાસભાઈને પણ આભાર માનું છું. આચાર્ય મહારાજ શ્રીમાન્ વિજયનીતિસૂરિજી મહારાજને આ સ્થળે ફરી આભાર માનું છું કે જેમની પ્રેરણા અને પ્રેત્સાહન સિવાય આ ગ્રંથ તયાર કરી શકી ન હતી. આ વિષય ઘણે ગહન હોઈ ભૂલે થવાને સંભવ છે. વિદ્વાન પુરુષે મારા પર કૃપા કરી સઘળી ભૂલ સુધારશે અને મને જણાવી અનુગ્રહીત કરશે. છેવટે મારાથી પરમાત્મા મહાવીરના સિદ્ધાંત વિરુદ્ધ જે કંઈ લખાયું હોય તે માટે મિથ્યાદુષ્કૃત દઈ વિરમું છું.
લિ. નમ્ર સેવક, હીરાલાલ દેવચંદ