________________
नमोत्यु णं समणस्स भगवओ महावीरस्स। શ્રીમાન ચન્દ્રર્ષિ મહત્તરાચાર્ય વિરચિત
પંચસંગ્રહ શ્રીમદાચાર્ય મલયગિરિ કૃત ટીકાના અનુવાદ સહિત,
ટીકાકાકૃત મંગલ–
સઘળા કમરૂપ વૃક્ષને બાળવામાં દાવાનળ સમાન, જેઓએ જગતનું પણ સ્વરૂપે જાણ્યું છે અને જેઓએ સઘળા કુતીથિના અભિમાનનો નાશ કર્યો છે એવા પરમાત્મા વર્ધમાનવામીને નમસ્કાર કરીને સંસારરૂપી કુવામાં ડુબેલા પ્રાણીઓના સમૂહને ઉદ્ધાર કરવામાં હાથના જેવા, જેણે બાકીના બધા શાસ્ત્રોને ગૌણ કર્યા છે, અને જેમાં સંપૂર્ણ યથાર્થવાદ–યથાવસ્થિત વસ્તુનું કથન છે એવા કૌનાગમનું અવલંબન કરીને અપબુદ્ધિવાળે છતાં પણું, અતિનિપુણ અને ગંભીર એવા પંચસહ નામના ગ્રંથનું અસ્ત્ર-શાસ્ત્રોની ટીકાઓને તથા ગુરુમહારાજના ઉપદેશને અનુસરીને સુખપૂર્વક બોધ થાય તેમ વિણ કરું છું. આ જગતમાં શિષપુરુષ કોઈપણ ઈષ્ટ કાર્ય માં પ્રવૃત્તિ કરતાં ઈષ્ટ દેવને નમસ્કારપૂર્વકજ પ્રવૃત્તિ કરે છે. આ ગ્રન્થકતાં આચાર્ય શિષ્ટ નથી તેમ નથી, તેથી શિણના સિદ્ધાંતનું પરિપાલન કરવા માટે, તથા શ્રેય કાર્યો બહુ વિશ્વવાળા હોય છે. કહ્યું છે કે-“મહાન પુરુષને પણ શ્રેય કા ઘણા વિદ્ધવાળાં હોય છે, અશ્રેયસ કાર્યોમાં પ્રવૃત્તિ કરનારાઓનાં વિદનો કયાંય ચાલ્યાં જાય છે” આ પ્રકરણ સમ્યગ જ્ઞાનનું કારણ હેવાથી કલ્યાણકારક છે, તેથી અહિં બિન થાય એ હેતુથી વિદનની શાંતિ માટે ઈષ્ટ દેવને નમસ્કાર, તથા બુદ્ધિમાન માણસ પ્રજ
દિના અભાવમાં પ્રવૃત્તિ કરતા નથી, માટે બુદ્ધિમાન પુરુષની પ્રવૃતિ અને પ્રજાનાદિ પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા આચાર્ય શરૂઆતમાં આ ગાથા કહે છે–
नमिऊण जिणं वीरं सस्मं दुटकम्मनिट्रवगं । वोच्छामि पंचसंगहमेयमहत्यं जहत्थं च ॥१॥ नत्वा जिनं वीरं सम्यग् दुष्टाष्टकर्मनिष्ठापकम् । वक्ष्ये पञ्चसंग्रहमेतं महार्थ यथा च ॥१॥