________________
૨૯૪
પંચમહ-તુતીયાર
સર્વથા પ્રકારે પાપવ્યાપારના ત્યાગરૂપ સર્વવિરતિ ચારિત્ર વડે અવરાય-દબાય એટલે કે જેના ઉદયથી સંપૂર્ણ પાયવ્યાપારનો સર્વથા ત્યાગ ન કરી શકે તે પ્રત્યાખ્યાનાવરણીય કષાય કહેવાય છે. કહ્યું છે કે-સર્વથા પાપગ્યાપારથી જે વિરતિ, તેને અહિં પ્રત્યાખ્યાન કહ્યું છે. તેને આવનાર અપ્રત્યાખ્યાનાવરણીય કષાયથી મંદ જે ત્રીજા કયા તેમાં પ્રત્યાખ્યાનાવરણીય સંશા ચાલી છે.
આ કષાયના ઉદયથી આત્મા સર્વથાપ્રકારે પાપવ્યાપારનો ત્યાગ કરી શકતો નથી, દેશથી ત્યાગ કરી શકે છે. એટલે શ્રાવકપણું પ્રાપ્ત થાય છે, પરંતુ સાધુપણું પ્રાપ્ત થતું નથી.
પરિષહ ઉપસર્ગ આદિ પ્રાપ્ત થયે છતે સર્વથા પ્રકારે પાપ વ્યાપારના ત્યાગી ચારિત્રવાના સાધુ મહારાજને પણ જે કષાયો કંઈક જાજવલ્યમાન કરે-કષાય યુક્ત કરે તે સંજવલન કષાય કહેવાય છે. કહ્યું છે કે-જે કારણ માટે સર્વથા પાપગ્યાપારના ત્યાગી સવિર્સ થતિને પણ કંઈક-અપ કષાયાન્વિત કરે છે તેથી તે અલ્પ પ્રમાણમાં પ્રશમને અભાવ કરનારા સંજવલન કહેવાય છે. અન્યત્ર પણ કહ્યું છે—જે કારણથી શબ્દાદિ વિષને પ્રાપ્ત કરી વારંવાર જાજવલ્યમાન થાય છે તેથી ચોથા કષાયને સંજવલન કહેવાય છે.”
સંજવલન કષાયના ઉદયવાળો આત્મા સંપૂર્ણ પાપચાપાને છેડી સર્વવિરતિ વાસ્ત્રિ પ્રાપ્ત કરે છે, પરંતુ આત્માના પૂર્ણ સ્વભાવરૂપ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી શકતું નથી.
કષાયોનું કાર્ય આત્માને બહિરાત્મભાવમાં રાકી અંતરાત્મદશામાં સ્થિર ન થવા દે એ છે. જેમ જેમ કષાયનું બળ ઓછું થતું જાય તેમ તેમ આત્મા બહિરાત્મભાવ-પશિલિક ભાવથી છૂટી અંતરાત્મભાવમાં સ્થિર થતા જાય છે.
અહિં વિરતિ કેને કહેવી તે સમજવું આવશ્યક છે-વિરતિ એટલે જે પદાર્થને પિતે ત્યાગ કર્યો છે તેના રસને પણ ત્યાગ થવો તે. જેમકે-ઉપવાસ જ્યારે કરીએ ત્યારે જો કે બાહથી આહારને ત્યાગ કર્યો છે, પરંતુ ઉઠા ઉતરીને આપણે વિચારીએ તો જણાશે કે જે આહાર ત્યાગ કર્યો છે તેને રસ તે કાયમ છે. રસને ત્યાગ થયા હૈતો નથી. જ્યારે એ રસને પણ ત્યાગ થાય ત્યારે યથાર્થ ઉપવાસ થાય છે. તેમ જેની જેની જેટલા પ્રમાણમાં વિરતિ પ્રાપ્ત થાય તેના તેના તેટલા તેટલા પ્રમાશુમાં રસને પણ ત્યાગ થાય ત્યારે યથાર્થ વિરતિ પ્રાપ્ત થાય છે.
પૌગલિક પદાર્થો પરના રસને ત્યાગ ન થવા દેવા તે કક્ષાનું કાર્ય છે. અપ્રત્યાખ્યાનાવરણદિ કષાનો જેમ જેમ પશમ થતો જાય તેમ તેમ રસનો ત્યાગ થતા જાય છે. રસ એટલે બહારથી વસ્તુને ત્યાગ કર્યો હોય છતાં અંતરમાં તેની ઈચ્છા કાયમ રહેવી. તે દેશવિરતિ કે સવવિરતિ મહાત્માઓને જેટલા જેટલા પ્રમાણમાં વિરતિ પ્રાપ્ત થાય છે તેટલા તેટલા પ્રમાણમાં પૌગલિક પદાર્થોની અંતરંગ ઈચ્છા નષ્ટ થતી જાય છે. એટલે જેટલે અંશે અતરંગ ઈછા નષ્ટ થાય તેટલે તેટલે અંશે આત્મા વિભાવમાંથી સ્વભાવમાં આવી જાય છે. સર્વવિરતિસંપન્ન મુનિરાજેને પૌગલિક પદાર્થોની અંતરગ ઈરછા નષ્ટ થયેલી હોવાથી અનુત્તર વિમાનનાં પૌગલિક સુખે પણ તુચ્છ લાગે છે.
૧ ઉતવિહારી øા સાતમા ગુણસ્થાનકે રહેલા મુનિ સવિજ્ઞ યતિ કહેવાય છે.