________________
૨૯૪
ટીકાનુવાદ સહિત
ચારિત્રાહનીયની વધારે પ્રકૃતિ હોવાથી અને તેના સંબંધમાં ઘણું કહેવાનું હોવાથી પહેલાં તેનું સ્વરૂપ બતાવે છે–-સેળ કષાય અને નવ નેકષાય એમ બે ભેદે ચારિત્ર મેહનીય કર્મ છે.
તેમાં જેને લઈ આત્માએ સંસારમાં રખડે તે કષાય, તેના પધ, માન માયા અને લેસ એમ ચાર ભેદ છે. વળી તે દરેકના તીવ્ર મદાદિ ભેદે અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, અને સંજ્વલન એમ ચાર ચાર ભેદ થાય છે. અનંતાનુર્માધિ કષાય એ અતિ તીવ્ર છે અને અન્ય કષાયે અનુક્રમે મંદ મંદ છે.
તેમાં અનંત સંસારની પરંપરા વધારનારા જે કષા તે અનંતાનુબધિ કષાય કહેવાય છે. તીવ્ર રાગ દ્વેષથી-ધાદિથી આત્મા અનંત સંસારમાં રખડે છે. તેથી આદિના કથાની અનંતાનુબંધિ એવી સંજ્ઞા ચાજેલી છે.”
આજ કક્ષાનું સજના એવું બીજું નામ છે. તેને અવર્થ આ પ્રમાણે- જે વડે આત્માઓ અનત ભવ-જન્મ સાથે જોડાય ઍટલે કે જેને લઈ છે અનત જન્મપત રખડે તે સાજના કહેવાય છે. કહ્યું છે કે જે કષાયે જીવને અનંત સંખ્યાવાળા ભવે સાથે જોડે તે સાજના, અનતાનુબધિ પણ તે જ કહેવાય છે. આ કષાયને ઉદય હોય ત્યાં સુધી સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી.
જે કર્મના ઉદયથી અલ્પ પણ પ્રત્યાખ્યાન-ત્યાગ દશા પ્રાપ્ત ન થાય, પૌગલિક પદાથપરને મેહ એ કરી શકે નહિ તે અપ્રત્યાખ્યાનાવરણીય કષાય છે. કહ્યું છે કે જે કર્મના ઉદયથી અલપ પણ પચ્ચકખાણ કરવાના ઉત્સાહવાળે ન થાય, એ અપ્રત્યાખ્યાનાવરણીય સંજ્ઞા અનંતાનુબંધિથી ઉતરતા બીજા કષામાં જેવી છે.
અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી અહ૫ પણ વિરતિના પરિણામ થતા નથી. જે કે સમ્યફલ પ્રાપ્તિ થાય છે. તે સમ્યફવી આત્માઓને પાપવ્યાપારાથી છુટવાની ઈચ્છા જરૂર હોય છે પરંતુ છોડી શક્તા નથી અને તેમાં પ્રવૃત્તિ કરે છે તે પણ પશ્ચાત્તાપ પૂર્ણ નહદચે પ્રવૃત્તિ કરે છે.
આવરના ચારિત્ર મોહનીય કર્મ છે. તેનાથી આત્માની સ્વરૂપાનુયાયી દશા થતી નથી. મોહનીય આત્માના શ્રદ્ધા અને ચારિત્ર એ બે મહાન ગુણને રોકે છે. અહિં એટલું સમજવાનું કે જ્ઞાન ગુણ દ્વારા જાણપણું થાય છે પરંતુ તેમાં યથાર્થતા-પથાર્થ જ્ઞાન તે સમ્યકતા હોય તે જ આવે છે.
૧ કિધ, અરૂચિ, દ્વેષ અને ક્ષમાને અભાવ એ ક્રોધના પર્યાય છે. માન, મદ, અભિમાન. અને નમ્રતાને અભાવ એ માનના પર્યાયે છે. માયા, કપટ, બહાર અને અંદરની ભિન્નતા અને અસરળતા એ માયાના પર્યાય છે, તથા લોભ, તૃષ્ણા, ગૃહિ, આસક્તિ અને અસતે એ લેભના પર્યાય છે.
૨ વિરતિ એટલે વિરમવું-પાછા હઠવું, બહિરાત્મભાવથી છુટી આત્માના સ્વરૂપમાં સ્થિર થવું તે છે. જયાં સુધી સર્વથા પાપભ્યાપારથી છૂટતે નથી, જ્યાં સુધી પગલિકભાવ રહે છે ત્યાં સુધી આત્મા સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકતા નથી સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કર્યા વિના કોઈપણ આત્મા સંપૂર્ણ કર્મ ક્ષય કરી મેક્ષમાં જઈ શકતો નથી. તેથી જ મોક્ષ પ્રાપ્ત કરવા માટે વિરતિ-સંપૂર્ણ ત્યાગ આવશ્યક છે.