________________
કે
ત્રીજુ બધવ્ય દ્વાર
આ પ્રમાણે બધક પ્રરૂપણા નામનું બીજું દ્વાર કહ્યું હવે બધભ્ય પ્રરૂપણા નામનું ત્રીજું દ્વાર કહે છે.
બાંધનાર ચૌદ ભેટવાળા ને બાંધવા પેશ્ય શું છે? કોન બંધ કરે છે તેને વિચાર આ કારમાં કરશે. બાંધવા ચેયકમના મૂળ અને ઉત્તર ભેદ કહેવાને આરબ કરતાં પહેલાં મૂળ લેશે બતાવે છે. કેમકે મૂળ ભેનું યથાર્થ જ્ઞાન થાય તે ઉત્તર ભેદ સુખપૂર્વક જાણી શકાય છે. તે મૂળ ભેદે આ પ્રમાણે
नाणस्स दसणस्स य आवरणं वेयणीय मोहणीयं । आउ य नाम गोयं तहंतरायं च पयडीओ ॥१॥
ज्ञानस्य दर्शनस्य चावरण वेदनीयं मोहनीयम् ।
आयुश्च नाम गोत्रं तथान्तरायं च प्रकृतयः ॥१॥ અર્થ-જ્ઞાન અને દર્શનનું આવરણ-જ્ઞાનાવરણ દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર, તથા અંતરાય એ આઠ કર્મના મૂળ ભેદે છે.
ટીકાનુવ–જે વડે વસ્તુનું જ્ઞાન થાય એટલે કે નામ જાતિ ગુણ ક્રિયા આદિ સહિત વિશેષ બોધ જે વડે થાય તે જ્ઞાન.
જે વડે દેખાય એટલે કે નામ જાતિ આદિ વિના સામાન્ય બોધ જે વડે થાય તે દર્શન કહ્યું છે કે
નામ જાતિ આદિરૂપ જે આકાર-વિશેષ બેધ તે વિના પદાર્થોનું જે સામાન્ય જ્ઞાન થાય તેને સિદ્ધાંતમાં દર્શન કહ્યું છે.”
જે વડે આછદાન થાય-દબાય તે આવરણ કહેવાય છે, એટલે કે-મિથ્યાત્વાદિ હેતુ એનું જેમાં પ્રાધાન્ય છે એવા જીવવ્યાપાર દ્વારા ગ્રહણ કરાયેલી કામણ વળણાની અદરને જે વિશિષ્ટ પુદ્દગલ સમુહ તે આવરણ કહેવાય છે. તેમાં જ્ઞાનને આચ્છાદન કરનાર જે પુ ગલ સમૂહ તે જ્ઞાનાવરણ, અને દર્શનને આચ્છાદન કરનાર જે પુગલ સમૂહ તે દર્શના વરણ કહેવાય છે.
સુખ અને દુઃખરૂપે જે અનુભવાય તે વેદનીય કહેવાય છે, જો કે સઘળાં કોને