________________
પચસગ્રહ-દ્વિતીયકાર દિશામાં વધારે ઉત્પન્ન થતા નથી દક્ષિણ દિશામાં કૃષ્ણપાક્ષિક ઇવેનું વધારે સંખ્યામાં ઉત્પન્ન થવાનું કારણ તથાવભાવ છે.
તે તથાસ્વભાવને પૂર્વાચાર્યોએ યુક્તિ વડે આ પ્રમાણે ઘણાવ્યો છે-કૃષ્ણપાક્ષિક આત્માએ દીર્ધકાળ પર્યત સંસારમાં રખડનારા કહેવાય છે. દીર્ઘકાળ પર્યત સંસારમાં રખડનારાઓ ઘણુ પાપના ઉદયવાળા છે, પાપના ઉદયવિના સંસારમાં રખડે નહિ માટે. બહુ પાપના ઉદયવાળ દૂર કમી હોય છે. ફુરકમ્મીં વિના બહુ પાપ બાંધે નહિ માટે. અને તે દૂરકર્મીઓ પ્રાય ભો હોવા છતાં પણ તથાસ્વભાવે-છેવસ્વભાવે દક્ષિણ દિશામાં વધારે ઉત્પન્ન થાય છે. પરંતુ શેષ ત્રણ દિશિમાં વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતા નથી.
કહ્યું છે કે-“કૃષ્ણપાક્ષિક આત્માએ કૂરક હેય છે અને તેથી નારકી મનુષ્ય તિચ અને દેવગતિ આદિ સ્થાનમાં ભવ્યો હોવા છતાં પણ પ્રાયઃ દક્ષિણદિશામાં ઉત્પન્ન થાય છે? આ પ્રમાણે દક્ષિણદિશિમાં ઘણા કુમ્સપાક્ષિકછની ઉત્પત્તિને સંભવ હોવાથી પૂર્વ ઉત્તર અને પશ્ચિમથી દક્ષિણ દિશાના અસંખ્યાત ગુણ સંભવે છે.
સાતમી નરકપૃથ્વીને દક્ષિશુદિશિના નારકીઓથી છી તમા પ્રભા નરકવીમાં પૂર્વ ઉત્તર અને પશ્ચિમદિશિમાં ઉત્પન્ન થયેલા નારદીઓ અસંખ્યાતગુણ છે. અસંખ્યાતગુણો કેમ હોઈ શકે? એમ પૂછતા હો તે સાંભળે-સર્વોત્કૃષ્ટ પાપ કરનાર સંગ્નિ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અને કંઈક ન્યૂન ખૂન પાપ કરનારા છડી આદિ નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. સર્વોત્કૃષ્ટ પાપકરનારા સૌથી અલ્પ હોય છે, અને અનુક્રમે કંઈક ઓછું છું પાપ કરનારા વધારે વધારે હોય છે. તે હેતુથી સાતમી નરકપૃથ્વીના દક્ષિણદિશિના નારક ની અપેક્ષાએ છરી નરકમૃથ્વીમાં પૂર્વ ઉત્તર પશ્ચિમદિશિને નારદીઓનું અસંખ્યાતગુણપણું ઘટે છે. આ પ્રમાણે ઉત્તરોત્તર નરકમૃથ્વી આશ્રયી પણ જાણી લૈવું.
તેથી તેજ છઠ્ઠી પૃથ્વીમાં દક્ષિણદિશિમાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણ છે. અને ખ્યાતગુણ હોવાનું કારણ પૂર્વે કહ્યું છે તેજ સમજવું. તેમાંથી પાંચમી ધુમપ્રભા પૃથ્વીમાં પૂર્વ ઉત્તર અને પશ્ચિમદિશિના નારકી અસંખ્યાતગુઠ્ઠા છે, તેનાથી તેજ પાંચમી નરકપૃથ્વીમાં દક્ષિવૃદિરિામાં રહેલા નારકીઓ અસંખ્યાતગુડ્યા છે, તેમાંથી ચાથી પંકપ્રભા પૃથ્વીમાં પૂર્વ ઉત્તર અને પશ્ચિમદિશિમાં રહેલા નારકીએ અસંખ્યાતગુણા છે, તેનાથી તેજ નરકમૃથ્વીમાં દક્ષિણદિશિના નારકીએ અસંખ્યાતગુણ છે, તેનાથી ત્રીજી વાલુકાપ્રભાપૃથ્વીમાં પર્વ ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલા નારકીએ અસંખ્યાત ગુણ છે, તેનાથી તેજ નરકપ્રવીમાં દક્ષિણદિશિના નારકીઓ અસંખ્યાત ગુણ છે, તેનાથી બીજી શકરાભા પૃથ્વીમાં પર ઉત્તર અને પશ્ચિમદિશિના નારકીઓ અસંખ્યાતગુણા છે, તેનાથી તેજ નરકમૃથ્વીમાં દક્ષિણદિશિમાં રહેલા નારકીએ અસંખ્યાતગુણ છે તેનાથી પહેલી રત્નપ્રભા નરકમૃથ્વીમાં અને ઉત્તર અને પશ્ચિમદિશિમાં રહેલા નારીઓ અસંખ્યાતગુણા છે, અને તેથી તેજ કનખલા નારકીમાં દક્ષિશુદિશિમાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણા છે,