________________
શ્રી અજિતનાથ ચરિત્ર] --------- ~--------- --
- આથી જીવનમાં અજપ ઉભો થયો અને તેમને લાગ્યું કે માનવભવ, સારું કુળ, આર્યક્ષેત્ર અને સુંદર શરીર હોવા છતાં તેનાથી જે માત્ર આ ભેગ સુખમાજ હું રક્ત રહીશ તે ક્યાં જઈ પટકાઈશ. મારે સાધુને પરિચય કરવો જોઈએ અને શરીર તથા આ વૈભવથી મારે પૂર્ણ સકત કરવું જોઈએ. તેવી વિચારધારામાં ઉંડા ઉતર્યા તેવામાં કેઈએ ખબર આપ્યા કે અરિદમન નામના સૂરિમહારાજા ઉદ્યાનમાં પધાર્યા છે. રાજા મન ભાવતી વસ્તુ પામી આનંદ પામ્યો. પરિવાર સહ ઉદ્યાનમાં ગયો. અને સૂરિ મહારાજને પ્રદક્ષિણું દઈ વંદન કરી તેમની દેશના સાંભળવા બેઠા.
સૂરિ મહારાજે દેશનામાં કહ્યું કે “અધર્મ સર્વથા છોડ જોઈએ અને ધર્મને આદર કરવો જોઈએ આ વાત સર્વ ધર્મોને માન્ય છે. તેમજ અન્યાયીને દૂર કરો જોઈએ અને ન્યાયને અગ્રેસર બનાવવો જોઈએ. તથા જે માણસે કાંઈપણ ખોટું કામ કરતા હોય તેને રાજાએ રેકવા જોઈએ વળી હે રાજા! પાપ નહિ કર્યા છતાં પાપના ધ્યાનમાં રક્ત રહેવાથી માણસો દુઃખી થાય છે અને ધર્મ ધ્યાનમાં રક્ત રહેવાથી ભરત મહારાજાની પેઠે સુખી થાય છે? મુનિની આ દેશના ભાવિત રાજાના હદયમાં ઉતરી છતાં તેણે સૂરિ મહારાજને પુછ્યું કે “હે ભગવંત! ધર્મને સમજવા છતાં ધર્મ કરવાને પુરૂષાર્થ પ્રબળ #ારણ વિના બનતું નથી. આપને એવું કર્યુ પ્રબળ કારણ મળ્યું કે જેથી આપે દીક્ષા અંગીકાર કરી. સૂરિમહારાજ બોલ્યા
“ રાજા! હું પણ તારા જે રાજા હતો હું મારા સૈન્ય સહિત દિગવિજય કરવા નિકળ્યો. માર્ગમાં એક નંદનવન સરખા બગીચામાં મેં પડાવ નાખ્યો. આ બગીચાઓ અમને ખૂબ આકર્ષી. કારણ કે ત્યાંની વનલક્ષમી અમારા વિજયના શુકન સરખાં ખીલેલાં કુલરૂપ દંત હાસ્યથી અમને અભિનંદતી હોય તેમ જણાતી હતી હુ આગળ ચાલ્યું અને જતે દિવસે દિવિજ્ય કરી તે જ માગે તે ઉદ્યાનમાં આવ્યું. મને આ ઉદ્યાન શુષ્ક પાંદડાના ઢગલાથી વ્યાપ્ત અને ક્ષણભર પણ વિસામો લેવા માટે અયોગ્ય લાગ્યું. મને લાગ્યુ કે જગ્યા ભૂલાઈ છે. તપાસ કરી ખાત્રી કરી તે જગ્યા તેજ હતી. પણ સમય બદલાઈ ગયો હતે. ઉદ્યાનની જીર્ણતા શીર્ણતાએ મારા ઉપર પ્રભાવ પાડ્યો. આથી મેં જાણ્યું કે જેવા ઉદ્યાનના હાલ છે. તેવા મારા રાજ્યના, વૈભવના અને દેહના છે. હે રાજા ! ઉદ્યાનની અનિત્યતાએ મારામાં અનિયતા જાગ્રત કરી અને હું મુનિ થા.”
વિમલવાહન રાજાના હૃદયમાં પડેલ વૈરાગ્ય તા થયે. તેણે સૂરિમહારાજ અરિદમન પાસે દીક્ષાની માગણી કરી. અને પુત્રને બોલાવી યોગ્ય ભલામણ પૂર્વક રાજ્ય ગાદી એપી સમુહૂતે દીક્ષા અંગીકાર કરી
વિમળવાહન રાજર્ષિએ ગુરૂમહારાજ સાથે ત્યાંથી વિહાર કર્યો. અને તે બાવીસ પરિસહ તેમજ ઉપસર્ગ સહન કરવા લાગ્યા. વિવિધ પ્રકારના એકાવલી, રત્નાવલી, કનકાવતી વિગેરે તપમાં પિતાનું મન જોડયું. અને સિદ્ધ, ગુરૂ, બહુશ્રુત, સ્થવિર, તપસ્વી, શ્રુતજ્ઞાન અને સંધને વિભક્તિ વિગેરેવીસ પદનું આરાધન કરી તેમણે તીર્થકર નામકર્મ ઉપાર્જન