________________
( લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
ક
આજ
વૃદ્ધિ પામી અને તે એટલી બધી આગળ વધી કે તેજ આરિલાભુવનમાં ભરતચકીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
ઈન્દ્ર આસમ કયુ. અને અવધિજ્ઞાનથી ભરતચકવર્તિને કેવળજ્ઞાન થયાનું તેણે જાણ્ય. ઇન્દ્ર ભરત ચકી પાસે આવ્યો. તેણે તેમને મુનિશ આપે. ભરતચઠ્ઠીએ સ્વયમેવ પંચમુખિ લેચ કરી સાધુવેષ ગ્રહણ કર્યો. અને સાથે સાથે બીજા દશ હજાર માંડલિક રાજાઓએ પણ દીક્ષા લીધી. ઈન્ડે આદિત્ય શાને રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ ભરત કેવળી પૃથ્વીતલને પવિત્ર કરતા અને જગતના જીને પ્રતિબંધના વિહાર કરવા લાગ્યા.
દીક્ષા ગ્રહણ આ એક લાખ પૂર્વ સુધી જગતના જીને પ્રતિબધી ભરતકેવલિ અષ્ટપદ પર પધાર્યા. અને અણસણ કરી શ્રવણ નક્ષત્રમાં ચંદ્રનો યુગ હતું ત્યારે નિર્વાણ પામ્યા.
ભગવાન ભદેવ પુત્ર “રત મહારાજાએ કુમારવયમાં ૭૭ લાખ પૂર્વ વ્યતીત કર્યા. માંડલિકપણામાં એક હજાર વર્ષ પસાર કર્યા. દિગવિજયમાં સાઠ હજાર વર્ષ વીતાવ્યાં. ચકર્તિપણામાં એક હજાર વર્ષ ન્યૂત છ લાખ પૂર્વ અને કેવળી અવસ્થામાં એક લાખ પૂર્વ એમ ચેરાસી લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય પાળી અષ્ટાપદ ઉપર સિદ્ધિગતિને પામ્યા. આ પછી દેવેએ નિર્વાણ મહત્સવ કર્યો. આ રીતે પિતાના નામથી ભરતક્ષેત્રને પ્રસિદ્ધ કરતા પ્રથમ ભરત ચક્રવત્તિનું ચરિત્ર સંપૂર્ણ.
[શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના કરેલા ત્રિષષ્ટિ પર્વને અનુલક્ષી કરેલસંક્ષેપરૂપ લઘુત્રિષષ્ટિનું પ્રથમ પર્વ સમાપ્ત ]
શ્રી અજીતનાથ ભગવાનનું ચરિત્ર
પૂર્વભવ વર્ણન પ્રથમ દ્વિતીય ભવ-વિમલવાહનરાજા અને અનુત્તરદેવ. જ બુદ્વીપના ભરતક્ષેત્રની આ વીશીમાં બીજા તીર્થંકર અજીતનાથ ભગવાન થયા. તે અજીતનાથ ભગવાન પૂર્વ જન્મમાં સીતા મહાનદીના દક્ષિણ તટ ઉપર રહેલ વસ નામના વિજયમાં મુસીમા નામની નગરીમાં વિમલવાહન નામે રાજા હતા. આ વિમળવાહન શા ન્યાયપ્રિય, કુશળ અને ધર્મદક્ષ હતા તે ગૃહસ્થ ધર્મમાં રાજ્યધર્મમાં અને લત્તર ધર્મમાં કોઈને બાધ ન આવે તે રીતે પૂરું ધ્યાન આપતા હતા. તેમ જગતમાં યુદ્ધવીર, દાનવીર અને દયાવીર તરીકે પ્રસિદ્ધ હતા. એક વખત રાજાની વિચાર ધારા વેરાગ્ય માર્ગે વળી. તેમની નજર આગળ રાજ્ય વિભવ, ધન યૌવન, પુનદિ પરિવાર એ સર્વ તરવર્યા. તેમણે તેને આકાશમાં વાદળ, વીજળીના ચમકારા જેવાં અસ્થિર માન્યાં,