________________
[ લઘુ ત્રિષ િશલાકા
કર્યું. એક માસથી માંડીને આઠ માસ સુધીના ઉપવાસની તપશ્ચર્યા કરી અને તે અણુસણ કરી વિમલવાહન રાજર્ષિ વિજય નામના અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમના આયુ
વાળા દેવપણે ઉત્પન્ન થયા અહિં તેમણે દેવશય્યામાં પોઢ્યા ઢિયા અવધિજ્ઞાનથી લેકનાલિકનું અવલોકન કર્યું અને અનુત્તર સુખ ભેળવી તેત્રીસ સાગરોપમનું લાંબુ આયુષ્ય પણ જોતજોતામાં તેમણે પસાર કર્યું.
(૨)
અજીતનાથ ભગવાન.
જન્મ, બાલ્યકાળ અને ગૃહસ્થજીવન. શ્રી અષભદેવ ભગવાનના ઈશ્વાકુ વંશમાં અસંખ્ય રાજાઓ સિદ્ધિગતિને પામ્યા. અને અસખ્ય અનુત્તર વિમાન દેવકમાં ગયા. આ પછી ઈવાકુવંશમાં વિનીતા નગરીમાં જિતશત્રુ રાજા થયા અને તેમના લઘુ બંધુ સુમિત્રા વિજય નામે યુવરાજ થયા.
આ જિતશત્રુ રાજાને વિજયા નામે રાણી હતી અને તે જાણે વિજયા નામે દેવીના સરખી રૂપવાળી હતી આ રાણીની કુક્ષિમાં મહા સુદ ૧૩ને દિવસે જ્યારે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતું ત્યારે વિમલવાહન રાજાને જીવ વિજય વિમાનમાંથી ચ્યવી ત્રણ જ્ઞાન સહિત પુત્ર પણે ઉત્પન્ન થયો. આ વખતે સર્વત્ર આનંદ ફેલા. નરકમાં પણું અજવાળું થયું અને તેમાં રહેલા સર્વ જીએ પણ ક્ષણભર આનંદ અનુભળે. જ્યારે આ પુત્ર ગર્ભવાસમાં આવ્યું તે રાત્રે ચોથા પહોરે વિજયા રાણીએ ગજ, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પની માલા, ચંદ્ર, સૂર્ય, દેવજ, પૂર્ણ કુભ પ સાવર, સમુદ્ર, વિમાન, રત્નપૂંજ અને નિર્ધમ અગ્નિરૂપ ચૌદ વM પિતાના મુખમાં પ્રવેશ કરતાં દીઠાં.
ભગવાન અજીતનાથ વિજયા રાણુની કૃષિમાં આવ્યા કે તુત ઈન્દ્રોનાં આસન કપ્યાં અને ઇન્દ્રો જિતશત્રુ રાજાને ઘેર આવ્યા. તેમણે સ્વપ્નનું ફળ જણાવતાં કહ્યું કે
હે માતા ! આપ ભય ન પામે. અમે ઈન્દ્ર છીએ હે માતા ! બીજા અજીતનાથ નામે તીર્થંકર તમારા પુત્ર થશે.” આમ કહી ઈન્દ્રો દૃ સહિત નંદીશ્વર કીપે અષ્ટાબ્લિકા મહોત્સવ કરી સ્વસ્થાને ગયા. અને કુબેરે સૌધર્મેન્દ્રની આજ્ઞાથી તે નગરીને ધન, ધાન્ય અને વૈભવથી પૂર્ણ કરી.
આ તરફ જિતશત્રુ રાજાના નાનાભાઈ સુમિત્રવિજયની પત્ની જયતી કે જેનું બીજું નામ યશોમતી હતું તેણે પણ તે રાત્રિએ ચૌદ સ્વપ્ન જોયાં હતાં. ઓ ચૌદ સ્વપ્નનું ફળ ચન્તરેન્દ્ર આવીને કહ્યું કે “હે માતા ! તમારા પુત્ર બીજે ચકી સગર નામે થશે.”
જાગૃત થયા પછી વિજ્યા અને વિજયીએ શેષ રાત્રિ ધર્મ જાગરણથી પસાર કરી, પ્રાતઃકાલે વિજયાએ જિલશત્રુ રાજાને રાત્રે પિતાને આવેલ ચૌદ વનની વાત કહી.