________________
૪૮,
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
વાસુદેવનું વર્ણન ' ચક્રવર્તિથી અર્ધા પરાક્રમવાળા અને ત્રણ ખંડ પૃથ્વીને ભેગવનાર નવ વાસુદેવ કૃષ્ણ વર્ણવાળા થશે. તેમાં એક આઠમા વાસુદેવ કાશ્યપગેત્રી થશે અને બાકીના આઠ, ગૌતમ ગોત્રી થશે તેમના ઓરમાન ભાઈ–બળદેવ પણ નવ હોય છે અને તે વેતવર્ણવાળા હોય છે.
હે ભરત! પિતનપુર નગરમાં ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ પ્રજાપતિ રાજા અને મૃગાવતી રાણીના પુત્ર એંસી ધનુષ્યની કાયાવાળા થશે. શ્રેયાંસનાથ જિનેશ્વર પૃથ્વીમાં વિચરતા હશે તે વખતે ચોરાશી લાખ વરસનું આયુષ્ય ભેગવી તે છેલ્લી નરકે જશે. ૧
દ્વારિકા નગરીમાં બ્રહ્મ રાજા અને પદ્માદેવીના પુત્ર દ્વિપૃષ્ઠ નામે બીજા વાસુદેવ થશે. તેમની સીતેર ધનુષ્યની કાયા અને તેર લાખ વરસનું આયુષ્ય થશે. તે વાસુપૂજ્ય જિનેશ્વરના સમયમાં થશે અને છઠ્ઠી તારકીએ જશે. ૨
દ્વારિકામાં ભદ્રરાજા અને પૃથ્વીદેવીના પુત્ર સ્વયંભૂ નામે ત્રીજા વાસુદેવ સાઠ ધનુષ્યની કાયાવાળા અને સાઠ લાખ વરસના આયુષ્યવાળા થશે. આ વાસુદેવ વિમળનાથ પ્રભુના સમયમાં થશે અને તે મૃત્યુ પામી છઠ્ઠી નારકીએ જશે. ૩
તે જ દ્વારિકા નગરીમાં પુરૂષોત્તમ નામે ચેથા વાસુદેવ સમરાજા અને સીતાદેવિના પુત્ર થશે. તેમની પચાશ ધનુષ્યની કાયા થશે. અને ત્રીસ લાખ વરસનું આયુષ્ય ભેગવી અનંતનાથ પ્રભુના સમયમાં છઠ્ઠી નારકીએ જશે. ૪
અશ્વપુર નગરમાં શિવરાજ અને અમૃતાદેવીના પુત્ર પુરૂષસિંહ નામે પાંચમા વાસુ દેવ ચાલીસ ધનુષ્યની કાયા અને દશ લાખ વરસના આયુષ્યવાળા થશે. ધર્મનાથ તીર્થ , કરના સમયમાં આયુષ્ય પુર્ણ કરી છઠ્ઠી નારકીએ જશે. ૫
ચક્રપુરી નગરમાં મહાશિર રાજા અને લક્ષ્મીવતીના પુત્ર પુરૂષપુંડરિક નામે છઠ્ઠા વાસુદેવ થશે. ઓગણત્રીસ ધનુષ્યની કાયા અને પાંસઠ હજાર વરસના આયુષ્યવાળા થશે તથા તે અરનાથ અને મલ્લિનાથના અંતરમાં આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકે જશે. ૬ - કાશી નગરમાં અગ્નિસિંહ રાજ શેષવતી રાણીના પુત્ર દત્તનામે સાતમા વાસુદેવ છવ્વીસ ધનુષની કાયા અને છપ્પન હજાર વરસના આયુષ્યવાળા થશે અને તે પણ અર નાથ અને મલ્લીનાથના અંતરમાં જ આયુષ્ય પૂર્ણ કરી પાંચમી નરકે જશે.
અધ્યા (રાજગૃહ) માં દશરથ રાજા અને સુમિત્રા રાણીના પુત્ર લક્ષ્મણ (નારાયણું : ભરતે ભગવંતને તીર્થકર અને ચક્રવતિને પ્રશ્ન પુછ્યું હતું પણ તીર્થકર ભગ તે ચતનું વર્ણન કર્યા પછી પ્રાસંગિક વાસુદેવ બળદેવવિગેરે પણ જણાવ્યા. - વાસુદેવના પિતા તે બળદેવના પિતા સમજવા. બળદેવની કાયા વાસુદેવ પ્રમાણે સમજવી.