________________
r
શ્રી કૃષભદેવ ચરિત્ર ]
૪૯ nammunum નામે આઠમાં વાસુદેવ થશે તેમની સેળ ઘનુષ્યની કાયા અને બાર હજાર વરસનું આયુષ્ય થશે મુનિસુવ્રત અને નમિતીર્થંકરના અંતરમાં આયુષ્ય પૂર્ણ કરી જેથી નરકે જશે.
મથુરા નગરીમાં વસુદેવ અને દેવકીજીના પુત્ર શ્રીકૃણું નામ નવમાં વાસુદેવ દશ ધનુષની કાયા અને એક હજાર વરસના આયુષવાળા થશે, તેઓ નેમિનાથ પ્રભુના સમયમાં આયુષ્ય પૂર્ણ કરી ત્રીજી નરક ભૂમિમાં જશે.
વળી હે ભરત! ભદ્રાનામની માનાથી અચળ નામે પહેલા બળદેવ પચાશી લાખ વરસના આયુષવાળા થશે. સુભદ્રા માતાથી વિજય નામે બીજા બળદેવ પંચોતેર લાખ વરસના આયુષવાળા થશે સુપ્રભા માનાથી ભદ્રનામે ત્રીજા બળદેવ પાંસઠ લાખ વરસના આયુષવાળા થશે, સુદર્શન માતાથી સુપ્રભ નામે ચોથા બળદેવ પંચાવન લાખ વરસના આયુષવાળા થશે. વિજયા માતાથી સુદર્શન નામે પાંચમા બળદેવ સત્તરલાખ વરસના આયુષવાળા થશે, જયની માતાથી આનંદ નામે છઠ્ઠી બળદેવ પંચાશી હજાર વરસના આયુષવાળા થશે જયંતી માતાથી નંદન નામે સાતમા બળદેવ પચાસ હજાર વરસના આયુષવાળા થશે, કૌશલ્યા માનાથી પરા (રામચંદ્ર) નામે આઠમાં બળદેવ પંદર હજાર વરસના આયુષવાળા થશે રોહિણું માતાથી રામ (બળભદ્ર) નામે નવમા બળદેવ બારમેં વરસના આયુષવાળા થશે.
એ નવ બળદેવામાં આઠ મેક્ષે જશે અને નવમા બળદેવ રામ (બળભદ્ર) પાંચમા દેવકે જશે અને ત્યાંથી આવતી ઉત્સર્પિણીમાં આજ ભરતક્ષેત્રમાં અવતરી કૃષ્ણ નામે પ્રભુના તીર્થમાં સિદ્ધ થશે. અશ્વગ્રીવ, તારકે, મેરક, મધુ, નિકુંભ, બલિ, પ્રહલાદ, રાવણ અને જરાસ ઘ એ નવ પ્રતિવાસુદેવ થશે તેઓ ચક્રના શસ્ત્રવાળા હોય છે, તેમને તેમનાજ ચકથી વાસુદેવ મારી નાંખે છે.
એક દિવસ ભગવાન પુડરિક વિગેરે ગણધરે સાથે શત્રુંજય પર્વત ઉપર પધાર્યા, ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું, પ્રભુએ દેશના આર સી. પ્રથમ પિરિસી પુરી થયે પ્રભુ દેવછંદમાં જઈ બેઠા એટલે પુંડરિક ગણધરે પાપીઠ ઉપર બેસી બીજી પિરિસી પુરી થતાં સુધી ઉપદેશ આપે. દેશના પૂર્ણ થતાં લાકે સ્વસ્થાને ગયા. - કેટલાક દીવસ બાદ ભગવાને પુંડરિક ગણધરને કહ્યું કે “હે અષભસેન અમે વિહાર કરી બીજે જઈશું. તમે અહિં રહે. કારણકે તમને અલ્પ સમયમાં અહિં કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. ભગવાનને આદેશ પ્રમાણ કરી પુંડરિક ગણધર ત્યાં રહ્યા અને ભગવાને વિહાર કર્યો. અનુક્રમે પુડરિક ગણધર કટિ મુનિ સહિત શુભ ધ્યાનથી કમ ખપાવી ચૈત્ર સુદ પૂનમને દિવસે કેવળજ્ઞાન પામ્યા. પછી શુકલધ્યાનના ચોથા પાયે રહેલા તે અગી ભગવતે બાકી રહેલા અદ્યાતિ કર્મને ક્ષય કરી એક્ષપદ પામ્યા. ત્યારથી એ પર્વત પ્રથમ તીર્થરૂપ થર્યો. એ પર્વત ઉપર ભરત મહારાજાએ એક રત્નશિલામય ચૈત્ય કરાવ્યું અને તેમાં પુડરિજીની પ્રતિમા સહિત શ્રી રાષભદેવ ભગવાનની પ્રતિમા સ્થાપના કરી.
ભગવાનને જૂદા જુદા દેશમાં વિહાર કરતાં રાશી હજાર સાધુ, ત્રણ લાખ સાધ્વી