________________
શ્રી ઋષભદેવ ચરિત્ર ]
૪૭
ક
૧૨ ચક્રવત્તિઓનું વર્ણન,
ચક્રવર્તિએ સર્વ કાશ્યપગંત્રી અને સુવર્ણની કાંતિવાળા થશે તેમાં આઠ ચક્રીઓ મોક્ષે જશે, બે નરકે અને બે સ્વર્ગે જશે.
વળી હે ભરત! તમે જેમ મારા વખતમાં થયા તેમ અયોધ્યા નગરીમાં અછતનાથના વખતમાં સગર નામે બીજા ચક્રવર્તિ થશે. તે સુમિત્ર રાજા અને યશેમતિ રાણીના પુત્ર થશે. તેમની સાડાચાર ધનુષની કાયા અને તેર લાખ પૂર્વનું આયુષ્ય થશે. ૧-૨
શ્રાવસ્તી નગરીમાં સમુદ્રવિજય રાજા અને ભદ્રા રાણીના પુત્ર મઘવા નામે ત્રીજા ચકી થશે. તેમની સાડી બેંતાલીસ ધનુષ્યની કાયા અને પાંચ લાખ વરસનું આયુષ્ય થશે. ૩
હસ્તીનાપુરમાં અશ્વસેન રાજા અને સહદેવી રાણીના પુત્ર સનતકુમાર નામે ચેથા ચક્રવર્તિ ત્રણલાખ વર્ષના આયુષ્યવાળા અને સાડી ઓગણચાલીસ ધનુષની કાયાવાળા થશે. ધર્મનાથ અને શાંતિનાથના અંતરમાં ત્રીજા ચોથા આ બે ચક્રીઓ ત્રીજા દેવલોકમાં જનાર થશે. ૪
શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણ તે અરિહંતેજ ચક્રવર્તિ પણે થશે. ૫-૬-૭.
ત્યારપછી હસ્તિનાપુરમાં કૃતતીર્ય રાજા અને તારા રાણીના પુત્ર સુભ્રમ નામે આઠમાં ચકેવત્તિ થશે. તેમનું સાઠ હજાર વરસનું આયુષ્ય અને અઠયાવીસ ઇનયની કાયા થશે. તે અરનાથ અને મલ્લીનાથના અંતરમાં થશે અને સાતમી નરકે જશે. ૮.
તે પછી વારાણસી નગરમાં પવોત્તર રાજા અને વાલા રાણુંના પુત્ર મહાપા નામે નવમા ચક્રવત્તિ થશે. તેમનું ત્રીસ હજાર વરસનું આયુષ્ય અને વીશ ધનુષ્યની કાયા થશે. ૯
કાપિલ્યપુરમાં મહાહરી રાજા અને મેરાદેવીના પુત્ર હરિષણ નામે દશમા ચકી દશ હજાર વરસના આયુષ્યવાળા અને પંદર ધનુષ્યની કાયાવાળા થશે. આ ૯-૧૦ બને ચક્રવર્તિ મુનિસુવ્રત અને નમિનાથ પ્રભુના સમયમાં થશે ૧૦
રાજગૃહ નગરમા વિજયરાજા અને વપ્રાદેવીના પુત્ર જય નામે અગિઆરમાં ચક્રવત્તિ થશે. તેમનું ત્રણ હજાર વરસનું આયુષ્ય અને બાર ધનુષ્યની કાયા થશે. તે નમિનાથ અને નેમિનાથના અંતરમાં થશે. ૧૧ નવમા દશમાં અને અગિઆરમા ત્રણે ચક્રવત્તિઓ મોક્ષે જશે
છેલ્લા કાંપિલ્ય નગરમાં બ્રહ્મ રાજા અને ચલણી રાણીના પુત્ર બ્રહ્મદત્ત નામે બારમા ચકવતી નેમિનાથ અને પાર્શ્વનાથ સ્વામીના અંતરમાં થશે તેમનું સાતસો વરસનું આયુષ્ય અને સાત ધનુષ્યની કાયા થશે અને તે રૌદ્રધ્યાનથી મારી સાતમી નારકીમાં જશે. ૧૨