________________
[લઘુ બ્રિષ્ટિ શલાકા પુરુષ,
રનપુરમાં ભાનુરાજા અને સુત્રતા દેવીના પુત્ર ધર્મ નામે પંદરમા તીર્થંકર થશે. તેમને સુવર્ણ વર્ણ, દશ લાખ વર્ષનું આયુષ્ય, પીસ્તાલીસ ધનુષ્યની કાયા, અઢી લાખ , વર્ષ દીક્ષા પર્યાય અને ચાર સાગરોપમનું અંતર થશે. ૧૫
ગજપુરનગરમાં વિશ્વસેન રાજા અને અચિરા દેવીના પુત્ર શાંતિનાથ નામે સેમ તીર્થકર થશે. તેમને સુવર્ણ વર્ણ, આઠ લાખ વરસનું આયુષ્ય, ચાલીસ ધનુષ્યની કાયા, પચીસ હજાર વરસ દીક્ષા પર્યાય અને પિણા પલ્યોપમે ન્યૂન ત્રણ સાગરે યમનું અંતર થશે ૧૬
તેજ ગજપુરમાં શૂરરાજા અને શ્રીદેવી રાણીના પુત્ર કથુ નામે સત્તરમા તીર્થંકર થશે. સુવર્ણ વર્ણ, પંચાણુહજાર વરસનું આયુષ્ય, પાંત્રીસ ધનુષ્યની કાયા, દીક્ષા પર્યાય ત્રેવીસ હજાર અને સાડાસાત વરસ અને અધ પલ્યોપમનું અંતર થશે. ૧૭ : .
તેજ ગજપુરમાં સુદર્શન રાજા અને દેવી રાણીના પુત્ર અરનાથનામે અઢારમા તીર્થ કર થશે, તેમને સુવર્ણ વર્ણ, રાશી હજાર વર્ષનું આયુષ્ય, ત્રિીસ ધનુષની કાયા, વતપર્યાય એકવીસ હજાર વરસ અને એકહજાર કરોડ વર્ષે જૂન પલ્યોપમના ચોથા ભાગનું અંતર થશે.૧૮
મિથિલા નગરીમાં કુંભરાજા અને પ્રભાવતી દેવીને પુત્રી મલ્લીનાથ નામે એગણી સમા તીર્થંકર થશે. તેમને નીલવર્ણ, પંચાવન હજાર વર્ષનું આયુષ્ય, પચીસધનુષ્યની કાયા, દીક્ષા પર્યાય વીસહજર નવ વર્ષ અને એક હજાર કેટી વર્ષનુ અસર થશે. ૧૯
રાજગૃહ નગરમાં સુમિત્ર રાજા અને વસ્ત્રાદેવીના પુત્ર મુનિસુવ્રત નામે વીસમા તીર્થકર થશે. તેમને કૃષ્ણ વર્ણ ત્રીસ હજાર વરસનું આયુષ્ય, વીસ ધનુષની કાયા, દીક્ષા' પર્યાય સાડાસાત હજાર વરસ અને ચેપન લાખ વરસનુ અંતર થશે. ૨૦
મિથિલા નગરીમાં વિજયરાજા અને વપ્રાદેવીના પુત્ર નમિ નામે એકવીસમા તીર્થ કર થશે તેમને સુવર્ણ જે વર્ણ, દસ હજાર વરસનું આયુષ્ય, પંદર ધનુષ્યની કાયા, દીક્ષા પર્યાય અઢી હજાર વર્ષ અને છ લાખ વરસનું અંતર થશે. ૨૧
સિરીપુરમાં સમુદ્રવિજ્ય રાજા અને શિવાદેવીના પુત્રનેમિ નામા બાવીસમા તીર્થકર થશે તેમને શ્યામ વર્ણ, હજાર વર્ષનું આયુષ્ય, દશ ધનુષની કાયા, દીક્ષા પર્યાય સાત વરસ અને પાંચ લાખ વરસનુ અંતર થશે. ૨૨
વારાણસી (કાશી) નગરીમાં અશ્વસેન રાજા અને વાયારાણના પુત્ર ત્રેવીસમા તીર્થ કર પાર્શ્વનાથ થશે. તેમને નીલવર્ણ, સે વરસનું આયુષ્ય, નવ હાથની કાયા, વ્રત પથય સીત્તેર વરસ અને યાસી હજાર સાડાસાત વરસનું અંતર થશે. ૨૩ .
ક્ષત્રિયકુંઠ નગરમાં સિદ્ધાર્થ રાજા અને ત્રીસલાદેવીના પુત્ર મહાવીર નામે એવી સમા તીર્થંકર થશે. તેમનો સુવર્ણ વર્ણ, તેર વરસનું આયુષ્ય અને સાત હાથની કાયા, દીક્ષા પર્યાય બેતાલીસ વરસ અને અઢીસે વરસનું અંતર થશે. ૨૪ .